Civil EngineeringCivil TechnologyConstructionInfrastructureNEWSPROJECTS

ગૌતમ અદાણીનો વધુ એક મેગા પ્લાનઃ અબજોના ખર્ચે Aero Cities વિકસાવશે

Another Mega Plan of Gautam Adani: Aero Cities will be developed at a cost of billions

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી (Gautam Adani) તેમના જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન માટે જાણીતા છે. ભવિષ્ય માટે તેમણે એટલી મોટી યોજનાઓ વિચારી છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલમાં તેઓ તેમના દરેક એરપોર્ટ પર ભવ્ય એરો સિટીઝ (Aero Cities) બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ એરો સિટીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અદભૂત નમૂના સમાન હશે.

સૂત્રોએ જણાવ્યું કે Adani Group તેના તમામ એરપોર્ટની નજીક એરો સિટીઝ (Aero Cities) સ્થાપીને રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરશે. તેમાં ભવ્ય લક્ઝરી હોટેલો, કન્વેન્શન સેન્ટર, રિટેલ, એન્ટરટેનમેન્ટ, હેલ્થકેર, લોજિસ્ટિક્સ, કોમર્શિયલ ઓફિસ સહિતની સગવડો હશે. અદાણી એરપોર્ટ્સ (Adani Airports) દ્વારા કુલ 500 એકર જમીન પર 70 મિલિયન ચોરસ ફૂટ જગ્યાને ડેવલપ કરવામાં આવશે. આ માટે અદાણી ગ્રૂપે મેરિયોટ ઇન્ટરનેશનલ, ઇન્ટર કોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ (IHG) અને હિલ્ટન જેવી કંપનીઓ સાથે વાતચીત કરી છે. જેના હેઠળ અહીં પ્રીમિયમ હોટેલ્સ શરૂ કરવામાં આવશે.

અદાણી ગ્રૂપ પાસે હાલમાં મુંબઈ, જયપુર, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, ગુવાહાટી અને થિરુવનંતપુરમના એરપોર્ટનું સંચાલન છે. કંપનીએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે તે એરપોર્ટની અંદર અને બહારના ગ્રાહકો માટે એક લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન સ્થાપવા માંગે છે.

ચાલુ વર્ષે મે મહિનામાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL)એ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને બર્કલેઝ બેન્ક પાસેથી 250 મિલિયન ડોલરની સિનિયર સિક્યોર્ડ લોન મેળવી છે. આ ઉપરાંત તે વધુ 200 મિલિયન ડોલર એકત્ર કરી શકે છે.

ભારતમાં ટોચના 10 રૂટમાંથી અદાણી એરપોર્ટ પાસે 50 ટકા હિસ્સો છે. ભારતમાં કુલ એર ટ્રાફિકમાંથી 23 ટકાને અદાણી એરપોર્ટ દ્વારા હેન્ડલ કરાય છે. આ ઉપરાંત એર કાર્ગોમાં પણ અદાણી એરપોર્ટનો હિસ્સો 30 ટકા છે. આ એરપોર્ટ્સ પર દર વર્ષે 20 કરોડ પેસેન્જર આવ-જા કરે છે. આ અંગે અદાણી ગ્રૂપને મોકલવામાં આવેલા ઈમેઈલનો જવાબ મળ્યો ન હતો જ્યારે મેરિયોટ ઇન્ટરનેશનલે હાલના સમયે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

અદાણી ગ્રૂપ આક્રમક વિસ્તરણ યોજના પર કામ કરી રહ્યું છે જેમાં તાજેતરમાં તેણે ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. અદાણી જૂથ 5G સ્પેક્ટ્રમ મેળવવા માટે સક્રિય છે અને તેનાથી અન્ય ટેલિકોમ કંપનીઓ સામે સ્પર્ધા પેદા થશે. તાજેતરમાં તેણે 10.5 અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ ખરીદવા માટે બિડ જીતી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

 

Show More

Related Articles

46 Comments

  1. Pingback: 무료웹툰
  2. Pingback: buy meat in bulk
  3. Pingback: hostel bangkok
  4. Pingback: cartel oil
  5. Pingback: ufabet789
  6. Pingback: Diyalaa
  7. Pingback: 7betcity
  8. Pingback: BAU_2025
  9. Pingback: stromectolist.com
  10. Pingback: buy kamagra
  11. Pingback: clomidzsu.com
  12. Pingback: brc789
  13. Pingback: kamagra jelly
  14. Pingback: Vidalista 40
  15. Pingback: duricefzsu.com
  16. Pingback: levitrafrance.com
  17. Pingback: fildena.hair
  18. Pingback: stromectolgl.com
  19. Pingback: cenforceindia.com
  20. Pingback: priligype.com
  21. Pingback: vidalista.lol
  22. Pingback: cialis10fr.com
  23. Pingback: cenforce.homes
Back to top button
Close