Civil EngineeringCivil TechnologyCommercialGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTS

ઔડા: 1900 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર, ઔડા હેઠળના એરિયાની થશે કાયાપલટ

Auda: 1900 crore development project ready, area under Auda will be transformed

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Auda) હેઠળના વિસ્તારોમાં મોટા પાયે અને મોટા ખર્ચે કાયાપલટ થવાની તૈયારી છે. ઔડાએ આ વિસ્તારોમાં 1900 કરોડના ખર્ચ સાથે પાર પાડવાના ડેવલપમેન્ટ પ્લાનની એક યાદી સોંપી છે. આ પ્લાનમાં સાણંદ, મણીપુર, ગોધાવી, સનાથલ, મહેમદાબાદ, અસલાલી, જેતલપુર અને બારેજા વિસ્તારમાં વોટર સપ્લાય, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈન પર ખાસ ભાર મુકાયો છે. આ ઉપરાંત શહેરની હદની બહાર 45 ગામોમાં પાઈપલાઈનથી પાણી પહોંચાડવાની પણ યોજના છે. આ બધા પાછળ રૂ. 1580 કરોડનો ખર્ચ થશે.

આ મિશન હેઠળ ઔડાએ પીવાનું પાણી પહોંચાડવા માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 45 ગામોને આવરી લીધા છે. જોકે, પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું એ ઔડાની સૌથી મોટી ચિંતા છે. પાંચ વર્ષ અગાઉ બોપલ અને ઘુમાના રહેવાસીઓ સાથે વાતચીત કર્યા પછી ઔડાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ વિસ્તારના લોકો 1600થી 2200 PPM ધરાવતા હાઈ TDS (ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ)વાળા પાણીનો ઉપયોગ કરે છે. જ્યારે TDSની સ્વીકાર્ય લિમિટ 400થી 500 PPMની છે.

ઔડાના અધિકારીઓએ જણાવ્યું કે ગામડાના લોકોને RO સિસ્ટમ વસાવવાનું પોસાય તેમ નથી. તેથી તેઓ ઉચ્ચ TDS ધરાવતું પાણી વાપરે છે અને હેલ્થની સમસ્યા થાય છે. આ એરિયામાં AMC દ્વારા ચોક્કસ સમય પૂરતું પાણી પહોંચાડવામાં આવે છે જેના કારણે લોકોએ પાણીનો સંગ્રહ કરી રાખવો પડે છે.

નર્મદાનું પીવાનું પાણી મળતું ન હોવાથી આ એરિયામાં ભૂગર્ભજળનું લેવલ 500થી 700 ફૂટ કરતા નીચે ઉતરી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સમસ્યાને કેટલાક અંશે નિયંત્રણમાં રાખી શકાઈ છે. સાણંદમાં દૈનિક બે કરોડ લિટરની ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ સ્ટેશન, અંડરગ્રાઉન્ડ અને એલિવેટેડ વોટર ટેન્ક અને પાણી પૂરવઠા વ્યવસ્થા સ્થાપવામાં આવી રહી છે. બોપલ અને ઘુમામાં પણ વોટર સપ્લાય સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે.

સૂત્રોએ કહ્યું કે રાજ્ય સરકાર આ માટે રૂ. 285 કરોડનું સિડ ફંડ પૂરું પાડવા સહમત થઈ છે. આ પ્રોજેક્ટ પૂરા કરવા 126 કરોડનો ખર્ચ કન્સલ્ટન્સી પાછળ થશે અને કુલ મળીને રૂ. 1900 કરોડનો ખર્ચ આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close