નિરમા ગ્રુપની પકવાન સર્કલ નજીક નિર્માણ પામશે, 555 રુમ ધરાવતી 19માળની ફાઈવસ્ટાર હોટલ

ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ નિરમા ગ્રુપ હોસ્પિટાલીટી સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત, નિરમા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરનો ધમધમતો એસ.જી. હાઈ વે પર પકવાન સર્કલ નજીક આવેલા નિરમા ગ્રુપના અનામિકા હાઈપોઈન્ટ નામના રેસિડેન્શિયલ પ્રોજેક્ટની આગળના ભાગમાં જ 19 માળ ધરાવતી 555 રુમો સાથે એક ભવ્ય અને ફાઈવસ્ટાર હોટેલ નિર્માણ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર જ્યારે કોમન વેલ્થ ગેમ્સ-2030નું યજમાન પદ શોભાવવા જઈ રહ્યું છે. ત્યારે નિરમા ગ્રુપ જેવા અન્ય ગ્રુપો પણ હોસ્પિટાલીટી સેક્ટરમાં પ્રવેશ કરી રહ્યા છે. પહેલાંથી હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરી રહેલા સંકલ્પ ગ્રુપ પણ ફાઈવ સ્ટાર હોટલ નિર્માણ કરી રહ્યું છે. જે રાજ કલ્બના પાછળના ભાગમાં નિર્માણ પામી રહી છે.

કોમન વેલ્થ ગેમ્સ આવવાથી, અમદાવાદ શહેરોમાં રમત ગમતના મેદાનો અને કોમ્પેલક્ષના નિર્માણ સાથે મોટીસંખ્યામાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને હોસ્પિટાલીટી સેક્ટરમાં રોકાણની મોટી તકો દેખાઈ રહી છે. અંદાજે 1 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



