બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, 90 ટકા જમીન સંપાદન પૂર્ણ
Work on the Bullet Train project in full swing, 90 per cent land acquisition completed
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે અને 31મી મે સુધી પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી થઇ છે. પ્રોજેક્ટની 90 ટકા જમીન સંપાદિત કરાઈ છે. કામ હાઈસ્પીડમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું અંતર 2.58 કલાકમાં કાપશે, તેમ રેલવેની એક યાદીમાં જણાવાયું છે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં બુલેટ ટ્રેન દોડતી થાય તે શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવું પડે છે. બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. જેથી સ્વાભાવિક રીતે જ તેને દોડાવવામાં કોઈ ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે, એમ યાદીમાં જણાવાયું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરની કુલ લંબાઈ 508.17 કિલોમીટર અને ટ્રેનની ગતિ વધુમાં વધુ 320 કિમી પ્રતિ કલાકની રહેશે. કુલ 12 સ્ટેશનો પૈકી 8 સ્ટેશનો ગુજરાતમાં છે. ગુજરાતમાં 954.28 હેક્ટર પૈકી 942.71 હેક્ટર જમીન પ્રોજેક્ટ માટે સંપાદન કરાઈ છે.
આ પૈકી અમદાવાદમાં 132.69, ખેડામાં 109.96, આણંદમાં 52.59, વડોદરામાં 139.98, ભરૂચમાં 140.05, સુરતમાં 155.56, નવસારીમાં 88.93 અને વલસાડમાં 122.95 હેક્ટર જમીન સંપાદિત કરાઈ છે. મહારાષ્ટ્રમાં 433.82 હેક્ટર પૈકી 310.14 હેક્ટર જમીન અને દાદરાનગર હવેલીમાં 100 ટકા એટલે કે 7.90 હેક્ટર જમીન સંપાદિત કરાઇ છે. પ્રોજેક્ટની 1396 હેક્ટર પૈકી 1260.76 હેક્ટર એટલે 90.31 ટકા જમીન સંપાદિત કરાઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
15 Comments