ConstructionDevelopersInfrastructureNEWS

સુરતના એક બિલ્ડર ગ્રુપને RERAએ રૂ. 5,75,000 નો દંડ ફટકાર્યો

A builder group from Surat was given Rs. 5,75,000 fine

સુરતના એલઆરકે ગ્રુપ દ્વારા કામરેજ તાલુકામાં “અમૃત સરોવર રેસિડેન્સિ” પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં પ્રમોટરે પ્રોજેક્ટની નોંધણી કરાવવામાં 115 દીવસનો વિલંબ કરતા, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ પ્રમોટરને 1-11-2021 થી 30-04-2022 સુધી દરરોજ રૂ. 5,000 લેખે (115 દિવસ માટે) કુલ રૂ. 5.75 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત રેરાએ તેના હુકમમાં નોધ્યું છે કે, 03-02-2020 ના રોજ રેરાએ પ્રમોટરને હુકમ કરેલો કે 20-02-2020 સુધીમાં રેરા એક્ટની કલમ-3 અન્વયે પ્રોજેક્ટના નોંધણીની કામગીરી પૂર્ણ કરો. જો કે, પ્રમોટર તે હુકમનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા. આ પછી, પણ રેરાએ ત્રણ વાર પ્રમોટરને તેના પ્રોજેક્ટની નોંધણી કરાવવા માટે હુકમ કરેલો, પરંતુ તેને પ્રોજેક્ટની નોંધણી કરાવી નથી. જેથી, રેરા દ્વારા આ દંડ ફટકારવામાં આવે છે.

કેસની વિગત જોઈએ તો, આ પ્રોજેક્ટ વર્ષ 2012માં શરુ કરેલો. જેમાં અનેક લોકોએ અલગ અલગ નંબરથી યુનિટને બુક કરાવેલા. જેમાં એલોટી દ્વારા પૈસા ચુકવાયેલા. જો કે, તેમને નિર્ધારીત ત્રણ વર્ષમાં ફ્લેટનું પઝેશન આપવાના વચનનું પાલન કરાયું નથી. જેથી કેટલાક એલોટીઓએ આ સંદર્ભે પીએમ પોર્ટલ પર ફરિયાદ કરેલી. જે ફરિયાદ રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે ગુજરેરા ઓથેરિટીને મળેલ છે. જેમાં, રેરાના ધ્યાન પર આવેલું કે પ્રોજેક્ટ 01-05-2017 બાદથી પ્રોજેક્ટ ચાલું છે. પરંતુ પ્રમોટરે રેરા હેઠળ પ્રોજેક્ટની નોંધણી કરાવેલી નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close