80 વર્ષ બાદ, BAIના પ્રેસિડેન્ટ બન્યા ગુજરાતના નિમેશ પટેલ, અમદાવાદમાં યોજાયો ભવ્ય સન્માન સમારોહ
After 80 years, Nimesh Patel of Gujarat became the President of BOI. A grand ceremony was held in Ahmedabad.
ગુજરાતની આર્થિકનગરી અમદાવાદના બિલ્ડર અને મારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીએમડી નિમેશ પટેલ, 80 વર્ષ બાદ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રથમ ગુજરાતી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જે અંતર્ગત BAIના અમદાવાદ ચેપ્ટર દ્વારા નિમેશ પટેલનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદસભ્ય ભારતીબેન સિયાળ, કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ એન.જી પટેલ, GICEA ના પ્રેસિડેન્ટ ડૉ. વત્સલ પટેલ, સરદારધામ સેવક ગગજી સુતરિયા, ઉમિયાધામ ઊંઝાના પ્રેસિડેન્ટ બાબુભાઈ પટેલ, ગણેશ હાઉસિંહના શેખર પટેલ, ગૌતમ અમીન અને સિદ્ધાર્થ પટેલ દ્વારા નિમેશ પટેલનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે દેશભરમાંથી બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વિવિધ રાજ્યોના ડેલીગેશનો સહિત સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, કોંગ્રેસ ગુજરાતના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટર દેશમાં ખેતી પછી બીજા ક્રમાંકે રોજગાર આપનાર વ્યવસાય છે તેમ છતાં ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો નથી. તે વર્તમાન સરકારે આપવો જોઈએ તેવી માંગ કરી હતી. તો, કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ એન.જી. પટેલે નિમેશ પટેલને સંબોધિત કરતાં કહ્યું હતું કે, જે સારુ કામ કરે છે તેને ચોક્કસ સારુ પરિણામે મળે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પદની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરતા રહેવું જોઈએ. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણ અને ભારતીબેન સિયાળે પણ પોતાના સંબોધનમાં નિમેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દેશભરમાં અંદાજિત સવા લાખ સભ્યો ધરાવતી નામાંકિત સંસ્થા છે. આ સંસ્થામાં 80 વર્ષ બાદ, ગુજરાત રાજ્યના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે મારુતિ ઈન્ફ્રાસ્ટ્રચર લિમિટેડના સીએમડી અને અમદાવાદના જાણીતા બિલ્ડર નિમેશ પટેલની નિમણૂંક થઈ છે. જેનો સૌથી ગુજરાતીઓ સહિત ગુજરાતની બિલ્ડર્સ લોબીએ માટે એક ખુશી સાથે ગૌરવ લેવા જેવી વાત છે.
ઉલ્લેખનીય છે કે, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના બે દિવસીય કાર્યક્રમ છે. આજે પણ કર્ણાવતી ક્લબમાં બિલ્ડર્સ અંગેનો સેમિનાર યોજાશે. જેમાં ગુજરાત રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહેવાના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments