NEWS
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે નવનિર્મિત આઈકોનિક બસ-પોર્ટનું કર્યું લોકાર્પણ
Chief Minister Bhupendra Patel inaugurated the newly constructed iconic bus port at Palanpur
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે ₹37.82 કરોડના ખર્ચે 29,700 ચો.મી.વિસ્તારમાં નવનિર્મિત આઈકોનિક બસ-પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં આવા સુવિધાસભર 7 આઈકોનિક બસપોર્ટ પીપીપી ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને અન્ય 10 સેટેલાઈટ બસપોર્ટ નિર્માણાધીન છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ₹118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન પણ કર્યું હતું. આ સબ-સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના 24,000 ખેડૂતો સહિત કુલ 1.20 લાખ ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પુરો પાડવામાં ઉપયોગી બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments