કામરેજ પાસે એક્સપ્રેસ વેનું કામ ટોપ ગિયરમાં, તાપી પુલ અને ફ્લાય ઓવરના પિલરો બની ગયા
Work on the expressway near Kamaraj in top gear, Tapi bridge and flyover became pillars.
ક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે તો બીજી તરફ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના કામે પણ ગતિ પકડી છે. કામરેજ નજીક નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દિગસ નજીક તાપી નદી પર પુલ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. જેમાં ફ્લાયઓવરના પિલર બનાવી દેવાયા છે.
એક્સપ્રેસ વે દિલ્હીથી શરુ થઇ હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત થઇ મહારાષ્ટ્રના મુંબઈમાં પૂરો થશે
વર્ષ 2018માં દિલ્હી – અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વેની યોજના તૈયાર કરાઇ હતી.વર્ષ 2019માં પરિવહન મંત્રી ડકરીએ એક્સપ્રેસવેના કાર્યની શરૂઆત કરાવી હતી. દિલ્હીથી શરુ થઇ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત થઇ મહારાષ્ટ્રના મુંબઈમાં પૂરો થતો 1350 કિમી લાંબો એક્સપ્રેસ વે અંદાજિત 100000 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જમીન સંપાદન અને નિર્માણકાર્યના કોન્ટ્રાકટની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. ગુજરાતમાં 426 કિમીનું નિર્માણ કાર્ય ચાલુ છે. વર્ષ 2023ના મધ્યમાં એક્સપ્રેસ વે ખુલ્લો મૂકી દેવાની સરકારનું આયોજન છે.
લાંબા એક્સપ્રેસ વે પર આ સુવિધાઓ હશે
- એટીએમ
- હોટલ
- રિટેલ શોપ
- હેલીપેડ
- ફ્યુઅલ સ્ટેશન
- ફૂડ કોર્ટ
- ઇ વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન
- દર 100 કિમી. પર ટ્રોમા સેન્ટર
- ઈ વાહનો માટે 4 અલયદા લેન
વડોદરા-સુરત, અડધા સમયમાં અંતર કપાશે
2023માં યોજના મુજબ એક્સપ્રેસ વે કાર્યરત થયા બાદ વડોદરા અને સુરત વચ્ચેનું અંતર અડધા સમયમાં કપાઈ જશે. એક્સપ્રેસ વે પર ટ્રક-બસ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. દેશના પહેલા ઇલેક્ટ્રિક હાઇવે તરીકે તૈયાર થતા એક્સપ્રેસ વે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેને સીધો કનેક્ટ થશે. દિલ્લી અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને 18થી 20 કલાકનું થઇ જશે.
વોટર હાર્વેસ્ટિંગ અને 20 લાખ ઝાડ રોપાશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે આસપાસ 20 લાખ ઝાડ વાવવાનું આયોજન છે. દર 100 મીટર પર વોટર હાર્વેસ્ટિંગ કરાશે.ગુજરાતમાં 8 એજન્સી દ્વારા એક્સપ્રેસ વેનું કાર્ય કરાય રહ્યું છે. ગુજરાતમાં એક્સપ્રેસ વે દાહોદથી વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ થઇ મુંબઈના વિરાર પહોંચશે. આખા એક્સપ્રેસ વે પર 52 એજન્સી નિર્માણ કાર્યમાં લાગી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
11 Comments