કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ જવાનો માટેના 192 આવાસોનું કર્યું લોકાર્પણ
Union Home Minister Amit Shah inaugurated 192 houses for police personnel
ગાંધીનગર જિલ્લાના પોલીસ કર્મીયોગી માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો માટે બી કક્ષાના 192 આવાસોનું નિર્માણ 35 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. તેમજ કરાઇ પોલીસ અકાદમી ખાતે મેલ બેરેકનું 9 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.
પોલીસ હેડકવાર્ટર સે-27 ખાતે યોજાયેલા સમારંભમાં મેયર હિતેષ મકવાણાએ મનપા વિસ્તારમાં આવતા પોલીસ મથકોએ અરજદારો, મુલાકાતીઓ અને પોલીસ કર્મીઓને બેસવા માટે ખુરશીઓ અને બાંકડા મુકવાની જાહેરાત કરી હતી. આ અંગે કેટલા બાંકડા અને ખુરશીઓની જરૂર રહેશે તેની વિગત આપવા પણ જિલ્લા પોલીસ વડાને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા તરૂણકુમાર દુગલે જણાવ્યું હતું કે, ‘ 192 આવાસોના કામની શરૂઆત 2 એપ્રિલ 2019ના રોજ કરવામાં આવી હતી.
માત્ર બે વર્ષના ટુંકાગાળામાં 35 કરોડથી વધુના ખર્ચે આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવાસો 18 હજાર ચો.મીટર જગ્યામાં બનાવવામાં આવ્યા છે. જેમાં 12 બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ અહીં લીફટ, ગેસની પાઇપલાઇન, બગીચો અને 24 કલાક પાણીની સુવિધા કરવામાં આવી છે. આગામી ટુંકા સમયમાં જિલ્લામાં રૂપિયા 70 કરોડના ખર્ચે 280 આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ આવાસોનું કામ પણ ટુંક સમયમાં શરૂ થનાર છે. અત્યાર સુઘી જિલ્લામાં 108 કરોડના ખર્ચે 472 આવાસો અને પોલીસ મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે.’
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
3 Comments