ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

કામગીરી: શિલ્પા ગેરેજથી સર્કિટ હાઉસ તરફ સર્વિસ રોડ 15 મીટર પહોળો કરાશે

Operation: The service road from Shilpa Garage to Circuit House will be 15 meters wide

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી અંડરપાસ અને બંને બાજુના સર્વિસ રોડના નવિનીકરણનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જેમાં શિલ્પા ગેરેજ સામે સર્વિસ રોડથી સરકીટ હાઉસ સુધીના 500 મીટરના અંતરમાં હાલ 7.5 મીટર જેટલો સર્વિસ રોડ છે, જે વધુ 7.5 મીટર પહોળો કરી 15 મીટરનો કરવામાં આવનાર છે.

આ કામગીરીના ભાગરૂપે સર્વિસ રોડથી સરકીટ હાઉસ તરફના વળાંકમાં આવતાં સ્ટ્રીટલાઇટના હાઇમાસ્ટ ટાવરને રવિવારે નગરપાલિકા ટીમના સંકલનમાં રહી જેસીબી ક્રેઇનથી ઉતારી લેવામાં આવ્યો હતો. હવે આ સર્વિસ રોડ પહોળો બનશે તેમજ તે પહેલા અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલની લાઇન નંખાશે અને રસ્તો પહોળો થયા પછી સરકીટ હાઉસ તરફ ફરી હાઇ માસ્ટ ટાવર ઉભો કરાશે તેમ માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ફરી હાઇમાસ્ટ ટાવર ન લાગે ત્યાં સુધી સરકીટ હાઉસ તેમજ માર્ગ અને મકાન વિભાગની કચેરી તરફ અને સર્વિસ રોડના વળાંકમાં રાત્રે અંધારપટ રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close