ArchitectsBig StoryCivil EngineersCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ઈન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલનું અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત

Naranpura Sports Complex: International level sports complex to be inaugurated by Amit Shah

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ થવા જઇ રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત આજે સાંજે 4:00 કલાકે કેન્દ્રિય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે થશે, જેની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે.

તેના ઉપર કરીએ એક નજર……

ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણકાર્ય ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ડીઝાઈનિંગ અને આર્કીટેક્ટ તરીકે અમદાવાદના સચિન ગાંધી એન્ડ અસોસિએટેટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વિશ્વકક્ષાના બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રૂ.631 કરોડથી વધુના ખર્ચે બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે. 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ વગેરે બનાવવામાં આવશે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close