NEWSUrban Development

GIFT સિટીનું વધશે માન : આ દિગ્ગજ સંસ્થા ખોલશે વડુમથક

GIFT City's growing respect: This giant organization will open a headquarters

ગુજરાતના વિકાસની ઓળખ બનેલ ગિફ્ટ સિટીને વધુ એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે જે ગિફ્ટ સિટીનું માન વધારશે. BRICS દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB) એ દેશની માળખાકીય સુવિધાઓ અને ટકાઉ વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ખાતે તેની પ્રાદેશિક ઓફિસ ખોલવાની યોજના જાહેરાત કરી છે.

એનડીબીએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતના અને વિશ્વના અનેક પ્રોજેક્ટો અને અન્ય કામકાજના સંદર્ભમાં ભારતની રિજિનલ ઓફિસ માટે ગુજરાતના ગિફ્ટી સિટી પર અમે નજર ઉતારી છે.

શાંઘાઈમાં હેડકવાર્ટર ધરાવતી NDBની સ્થાપના BRICS રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી હતી એટલેકે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. જુલાઈ 2015માં બેંકઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી.

પાંચ સ્થાપક સભ્યો ઉપરાંત NDBએ વૈશ્વિક વ્યાપ વધારતા બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉરુગ્વે અને ઇજિપ્તને પણ બેંકના સભ્યો તરીકે સ્વીકાર્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close