Civil TechnologyGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

વસ્ત્રાલ સર્કલ પર શહેરનો પ્રથમ વર્તુળાકાર ફૂટ ઓવરબ્રિજ બનશે

The city's first circular foot overbridge will be on the Vastral Circle

વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર શહેરનો સૌ પ્રથમ વર્તુળ આકારનો ફૂટ ઓવરબ્રિજ જૂન 2022 સુધીમાં તૈયાર થશે. હાલ રામોલ, વટવા, ઓઢવના લોકો વસ્ત્રાલ ગામ તેમજ મેટ્રો સ્ટેશન પહોંચવા એસપી રિંગ રોડનો ઉપયોગ કરતા હોવાથી ટ્રાફિક પર ભારણ રહે છે. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશને આવનારા લોકોની સંખ્યા વધવાની ધારણા છે. આ કારણે એસપી રિંગ રોડના વસ્ત્રાલ સર્કલ પર આ ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. આ બ્રિજને લીધે લોકો મેટ્રો સ્ટેશનથી સીધો રિંગ રોડ પાર કરી શકશે.

ઓ‌વરબ્રિજની વિશેષતા

  • બ્રિજની લંબાઈ : 320 મીટર
  • વર્તુળની લંબાઈ : 250 મીટર
  • પહોળાઈ : 4 મીટર
  • મેટ્રો સ્ટેશન સાથે સીધી કનેક્ટિવીટી
  • ઉંચાઈ : 5.67 મીટર
  • ખર્ચ : 16.43 કરોડ રૂપિયા

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close