વડાપ્રધાન મોદીના હસ્તે થઈ શકે છે, અમદાવાદના આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ધાટન, ફૂટ બ્રિજનું નામ અપાયું અટલ બ્રિજ.
PM Modi is likely to inaugurate Ahmedabad Iconic foot bridge over riverfront in coming Month- AMC
દેશ-વિદેશથી અમદાવાદ આવતા લોકો અને અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ 75 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓએ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આગામી મહિને વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પુરી શકયતા છે.
આ બ્રિજના ઉદ્દઘાટન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન ઓફિસમાં જાણ કરીને સમય માંગવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સપનું હતું. 95 ટકા કામગીરી બ્રિજની પૂર્ણ થઈ ગઈ છે માત્ર ફિનિશિગ અને ઓવરબ્રિજ પર થોડું કામ બાકી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ થઈ જતાં બ્રિજ અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
આ પ્રકારની સુવિધાઓ થશે ઉપલબ્ધ
સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓ અને સાઈક્લિસ્ટો માટે આ ફૂટ ઓવરબ્રિજ આકર્ષણરૂપ બની રહે, તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં લોકો સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં મે મહિનાના અંતમાં બાંધકામ પૂરું કરીને તેનું લોકાર્પણ કરાશે.
ફૂટ બ્રિજ બનાવવા 74 કરોડનો ખર્ચ
• 2600 મેટ્રિક સ્ટીલનું વજન
• 300 મીટર બ્રિજની લંબાઈ
• 100 મીટર વચ્ચેનો સ્પાન
• બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
• RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
ફૂટ બ્રિજની વિશેષતાઓ
• પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
• ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન
• વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર
• વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા
• ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરીગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરીંગ
• કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
5 Comments