
31 ઓક્ટોબર-2020ના રોજ લોહપુરુષ અને દેશની અખંડતિતાના આર્કીટેક્ટ સરદાર પટેલની જન્મજયંતિ અંતર્ગત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. અને તેઓ સરદાર પટેલને ભાવાજંલી આપવા સાબરમતી રીવરફ્રન્ટ પરથી સી પ્લેન દ્વારા ઉડાન ભરીને, કેવડિયા કોલોની જશે અને ત્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાને ભાવાજંલી અર્પણ કરશે. જેના ભાગરુપે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી દીધી છે. જે અંતર્ગત, સાબરમતી રીવરફ્રન્ટ પર ગાર્ડન હેતુ માટે પાલડી ખાતે ફાળયેલી 4047 ચો.મીટર જમીન પર સી પ્લેનના એરોડ્રામ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીમાં હેતુફેરની રજૂઆત કરી છે. રીવરફ્રન્ટમાં કુલ 4047 ચો.મી. જમીન હેસુફેર કરી નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવશે.

રાજ્યમાં સી પ્લેન પ્રોજેક્ટ શરુ કરવાની કવાયત તો, એક વર્ષ પહેલાં થઈ ચૂકી હતી. પરંતુ, હવે સી પ્લેન પ્રોજેક્ટને આગળ વધારવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધતા સાથે ગતિશીલ બની છે. રાજ્ય સરકાર સાબરમતી રીવરફ્રન્ટ, ધરોઈ ડેમ અને કેવડિયા કોલોની આમ ત્રણ સ્થળ પર સી પ્લેન પ્રોજેક્ટ વિકસાવવા સક્રિય છે. નોંધનીય છેકે, એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સાબરમતી રીવરફ્રન્ટ અમદાવાદથી સી પ્લેનથી ઉડાન ભરીને સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ સુધી સી પ્લેનનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું હતું. જે બાદ, રાજ્યમાં સી પ્લે પ્રોજેક્ટના પાયા નંખાયા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
16 Comments