મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, 649 કરોડના બગોદરા-તારાપુર 54 કિ.મી. સિક્સ લેન હાઈવેનું કર્યું લોકાર્પણ
Chief Minister Bhupendra Patel, 649 crore Bagodra-Tarapur 54 km. inauguration of Six Lane Highway
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, વટામણ-તા.ધોળકા ખાતે, કુલ 649 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 54 કિલોમીટરની લંબાઈ ધરાવનાર સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રોડ અને બિલ્ડિંગ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી અને સચિવ એસ.બી. વસાવા સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રોડ અને બિલ્ડિંગ વિભાગના સચિવ એસ.બી. વસાવાએ આ પ્રસંગે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું અને રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના કાર્યોની ઝાંખી કરાવી હતી.
અમદાવાદ જિલ્લાના બગોદરા-તારાપુર ૬ માર્ગીય રોડનું લોકાર્પણ કર્યું હતું. આ સિક્સ લેન રોડ અદ્યતન સ્ટાન્ડર્ડ ડિઝાઈન, એડવાન્સ ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્ટમ, હાઈટેક કેમેરા સાથેની સર્વેલન્સ સિસ્ટમ, સ્પીડ ડિટેકશન સિસ્ટમ, વેરિયેબલ મેસેજ સાઈન ડિસ્પ્લે વગેરે સુવિધાઓથી સજ્જ છે. આવી સુવિધાઓથી સજ્જ રાજ્યનો આ પ્રથમ ધોરીમાર્ગ છે. બગોદરા થી વાસદ વચ્ચે વાહનની અવર-જવર નો સમય ત્રણ સાડા ત્રણ કલાકથી ઘટીને દોઢ કલાક જેટલો ઓછો થઈ જશે. બગોદરા-ખેડા-ધોળકા રસ્તાના ઉપયોગને કારણે નાગરિકોએ અગાઉ ઘણું ફરવું પડતું હતું પરંતુ હવે આ રોડથી આશરે ૨૫ કિલોમીટર જેટલું અંતર ઘટશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની બચત થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments