ConstructionNEWSPROJECTSUrban Development

ગાંધીનગરમાં નજીકના ભવિષ્યમાં 9.3 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ તૈયાર કરાશે

A 9.3 km long riverfront will be constructed in Gandhinagar in the near future

અમદાવાદ શહેરના લોકો માટે જે રીતે રિવરફ્રન્ટ એક નવું હરવાફરવાનું સ્થળ બન્યું છે અને રાહદારીઓને આશ્રમરોડની સમાંતર નદીની બન્ને તરફ રોડ મળ્યો છે તેવી જ વ્યવસ્થા ગાંધીનગરમાં ઉભી કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એટલે નજીકના ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગરનો રિવરફ્રન્ટ જોડી દેવામાં આવશે.

  • હવે ગાંધીનગરમાં પણ અમદાવાદની જેમ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે
  • શહેરમાં બનેલા ગિફ્ટ સિટી પાસેથી અમદાવાદ તરફ રિવરફ્રન્ટ આગળ જશે
  • ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બનનારા રિવરફ્રન્ટને જોડી દેવાશે

જો બધું સમુસુથરું પાર પડ્યું તો આગામી સમયમાં ગાંધીનગરની પ્રજાને રિવરફ્રન્ટની મજા લેવા માટે છેક અમદાવાદ સુધી ધક્કો ખાવાની જરુર નહીં પડે. લગભગ નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની યોજનાએ હવે જોર પકડ્યું છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પર ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદની જેમ રિવરફ્રન્ટ બનાવવા માટે પીડીપીયુ પુલ અને શાહપુર પુલની વચ્ચે 9.3 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ માટે બીડ મંગાવ્યા છે. આ પ્રકલ્પનો પ્રથમ તબક્કાનો ખર્ચ રૂપિયા 353.58 કરોડની છે.

વિભાગના સિનિયર અધિકારીઓ દ્વારા આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટના કેટલાક ફીચર્સને અહીં ઉપયોગમાં લેવામાં આવશે, જેમાં નદીની પાસે ચાલવા માટેથી લઈને ઊંચી દીવાલ ઉભી કરવામાં આવશે. આ અંગે સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “રિવરફ્રન્ટ પર બન્ને બાજુએ ચાર ઘાટ બનાવાશે અને પાંચ પોઈન્ટ બન્ને બાજુએ હશે કે જ્યાંથી ગિફ્ટ રિવરફ્રન્ટને જોડી શકાય. અહીં લોકો ધોલેરા મંદિર, રાયણસણ ગામ અને રાંદેસરણ ગામથી રિવરફ્રન્ટ સાથે જોડાઈ શકશે. આ સિવાય જેઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અને IIT ગાંધીનગર પાસે હશે તેઓ પણ સીધા રિવરફ્રન્ટ સાથે જોડાઈ શકશે.”

જ્યારે ગાંધીનગરમાં વિકસિત થનારા રિવરફ્રન્ટ પર પબ્લિક સ્પેસ અને કમર્શિયલ સ્પેસ અંગે પૂછવામાં આવ્યું તો અધિકારીએ જણાવ્યું કે, “એક ખાસ ગવર્નિંગ કાઉન્સિલની જવાબદારી રહેશે કે અહીં રિવરફ્રન્ટના વિકાસમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.” અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાસે રહેલા બીડના દસ્તાવેજ પ્રમાણે રિવરફ્રન્ટની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ બીડ આગામી બે અઠવાડિયામાં ખુલશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “અમદાવાદમાં બનેલી 11.2 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ ઈન્દીરા બ્રિજ પાસે પૂર્ણ થઈ જાય છે, અહીંથી સામાન્ય અંતરે હાંસોલ આવેલું છે કે જ્યાં 15 દિવસ માટે અમદાવાદ શહેર માટે પાણીની વ્યવસ્થા થઈ શકે તેવી વિશાળ જળાશય ઉભું કરવા અંગે વિશે વિચારણા કરવામાં આવી રહી છે. સિંચાઈ વિભાગ પાણીના જળાશયની ડિઝાઈનને અંતિમ રૂપ આપી રહ્યું છે. આમ આ કામગીરી પછી 9.3 કિલોમીટરના ગિફ્ટ કોરિડોર પર કામ શરુ કરાશે. ભવિષ્યમાં ગાંધીનગર અને અમદાવાના રિવરફ્રન્ટને જોડી દેવાશે જેથી રાહદારીઓ 23 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે.”

આ સાથે અધિકારી દ્વારા એ પણ વિગતો જણાવવામાં આવી કે, ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ પર બનનારા ઘાટ માટે કોંક્રેટનો ઉપયોગ ટાળવા માટે કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close