2024ની લોકસભા ચૂંટણી પહેલાં દોડશે સુરતની મેટ્રો, PM મોદીની સીધી નજર હેઠળ આખો પ્રોજેક્ટ
Surat Metro will run before 2024 Lok Sabha elections, the whole project under the direct watch of PM Modi
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અતિમહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક છે. સ્માર્ટસિટી અંતર્ગત મેટ્રો પ્રોજેક્ટને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરત જેવી ઔદ્યોગિક નગરીમાં મેટ્રો પ્રોજેક્ટની સફળતાને લઇને શાસકો ખૂબ જ આશા રાખીને બેઠા છે. સુરતમાં સતત વધતા વસતિના ભારણ અને એને કારણે વાહનોની સંખ્યામાં થતો વધારો અનેક નવા પડકારો ઊભા કરી રહ્યા છે. એવી સ્થિતિમાં માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. બીઆરટીએસ બસ અને સિટી બસ બાદ હવે મેટ્રો પ્રોજેક્ટ તરફ લોકોનું ધ્યાન છે. ચોમાસું શરૂ થાય એ પહેલાં અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ ઝડપથી પૂર્ણ થાય એ રીતે કામગીરી આવી રહી છે. 18 જાન્યુઆરી 2021ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે 12020 કરોડના મેટ્રો પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનની સીધી નજર
મેટ્રો પ્રોજેક્ટની તૈયારી પર સીધી નજર નરેન્દ્ર મોદીની છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દ્વારા જ સ્માર્ટસિટીની જાહેરાત કરવામાં આવી છે. એમાં સુરતનો પણ સમાવેશ કરાયો છે. સુરત શહેરના વિકાસમાં જે પ્રકારે તેઓ અંગત રીતે આજે પણ રસ લઈ રહ્યા છે એ જોતાં એક વાત ચોક્કસ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ વિકાસનાં કામો વિપક્ષી સામે મૂકીને પોતાની કામગીરીનો રિપોર્ટ કાર્ડ વધુ મજબૂત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે સુરત ડાયમંડ બુર્સ અને મેટ્રો પ્રોજેક્ટને લઈને માહિતી મેળવતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો પ્રોજેક્ટ લઇને અરે બેઠકો પણ કરતા હોય છે, જેથી કરીને કામ કઈ ગતિથી ચાલી રહ્યું છે એનો અંદાજ અને તાગ મેળવી શકે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સુરતમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જાય એ પ્રકારની દિશામાં નરેન્દ્ર મોદી કામ કરાવી રહ્યા હોય એવું લાગે છે. અધિકારીઓ જે રીતે માર્ચ 2024માં જ મેટ્રો દોડતી કરવાની વાત કરી રહ્યા છે એ પરથી સ્પષ્ટ જણાય છે.
નિર્ધારિત સમયમાં કામગીરી થશે-કમિશનર
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે માર્ચ 2024 સુધીમાં શહેરમાં મેટ્રો દોડતી થાય એવી અમને આશા છે. જમીન સંપાદન કરવામાં અમને સફળતા મળી છે. ઝડપથી ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. એક અંદાજ મુજબ સુરત શહેરમાં મેટ્રોનો લાભ 10 લાખ લોકો લેશે. એલિવેટર રૂટ અને અંડરગ્રાઉન્ડ માટે પણ તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટ ટીમના નિષ્ણાતો દ્વારા અવારનવાર પ્રોજેક્ટને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.
8 Comments