ConstructionHousingNEWSPROJECTS

હાઇકોર્ટનો સવાલ: બીયુ વગરની બિલ્ડિંગો સામે આટલાં વર્ષોથી ગોકળગાયની ગતિએ કેમ કામ થયું?

High Court question: Why has work been done at a snail's pace for so many years against buildings without BU?

રાજયભરમાં હાઇરાઇઝ બિલ્ડિંગને બી.યુ પરમિશન મામલે સરકારે સરવે પૂરો કરવા હાઇકોર્ટ પાસે સમય માગ્યો છે. ચીફ જસ્ટિસ અરવિંદકુુમારની ખંડપીઠે બી યુ પરમિશન વગરના બિલ્ડિંગ સામે શું પગલા લેશો? તે અંગેનો જવાબ પણ રજૂ કરવા 4 સપ્તાહનો સમય આપ્યો છે. કેટલી સરકારી સ્કૂલો બીયુ પરમિશન નથી તેના રાજયભરની સ્કૂલોના ડેટા અને તેનું પાલન કરાવવા સરકાર શું પગલા લેશે? તે અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજદાર તરફે એવી રજૂઆત કરાઇ હતી કે, હોસ્પિટલો કે હાઇરાઇઝ પાસે બી યુ પરમિશન ન હોય અથવા બીયુ પરમિશન આપવાનું શકય ન હોય તો તે ગંભીર બાબત ગણાય.

અમદાવાદ કોર્પોરેશન તરફે એવી દલીલ કરાઇ હતી કે, શહેરના 7 ઝોનમાં બીયુ વગરની હાઇરાઇઝ બિલ્ડિંગ સામેની કાર્યવાહી ચાલી રહી છે. એક મહિનામાં આ કામ પૂરુ થશે. ખંડપીઠે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે, આ કામ પૂરૂ કરતા માત્ર બે સપ્તાહનો સમય જોઇએ.

જામનગર કોર્પોરેશન તરફથી એવી દલીલ કરી હતી કે એક સરકારી સ્કૂલ સિવાય તમામ બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે. 80 બિલ્ડિંગોમાં બીયુ પરમિશન આપવામાં આવી છે. જે બિલ્ડીગ પાસે પરમિશન નથી તેમની સામે પગલા લેવામાં આવી રહ્યા છે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, કોર્પોરેશન ગાઢ નિંદ્રામાં સુઇ ગયુ છે તેવું જાણાઇ રહ્યુ છે. આટલા વર્ષો સુધી કેમ કોઇ પગલા લેવાયા નથી? ગોકળગાયની ગતિએ કામ થઇ રહ્યુ છે.

વડોદરા કોર્પોરેશન તરફથી એવી દલીલ કરાઇ હતી કે, શ્રીરંગ અવધુત વિદ્યાલય અને બાળ કલ્યાણ કેન્દ્ર પાસે વેલીડ ફાયર એનઓસી નથી. બન્ને સ્કૂલની બહાર પુરતા માર્જીન સાથેનો રસ્તો નથી તેથી સ્કૂલને બીજા બિલ્ડિંગમાં બદલી કરી દેવામાં આવી છે. આ દલીલ સાંભળીને ખંડપીઠે ઝાટકણી કાઢી હતી, સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારીને લીધે બાળકોની સલામતી જોખમાય છે.

રાજકોટ કોર્પોરેશને એવી દલીલ કરાઇ હતી કે, રાજકોટમાં 1021 હાઇરાઇઝ બિલ્ડિંગ છે. 52 બિલ્ડીગ પાસે બીયુ પરમિશન નથી. તેમની સામે પગલા લેવાઇ રહ્યા છે.​​​​​​​ ગાંધીનગર કોર્પોરેશને દલીલ કરી હતી કે 14 બિલ્ડિંગ પાસે બીયુ પરમિશન નથી. ખંડપીઠે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે કોઇ બિલ્ડિંગ માલિકે હાઇકોર્ટમાં અરજી કરી હોય તે પેન્ડીગ હોય તો તેમની સામે કોઇ પગલા નહી લેવાના? આવો નિયમ છે? ગેરકાયદેસર રીતે બનેલા બિલ્ડિંગ ધારકો બધા હાઇકોર્ટમાં અરજી કરે તો શું તેમના બિલ્ડિંગને સીલ નહી કરવાના?

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close