ConstructionHousingNEWS

દેશના 8 મોટાં શહેરમાં મકાનોનું વેચાણ 7% વધ્યું, અમદાવાદમાં ભાવ 8% વધ્યા

Home sales rose 7% in 8 major cities of the country, prices rose 8% in Ahmedabad

દેશનું હાઉસિંગ ક્ષેત્ર હવે મહામારીની અસરમાંથી ઝડપથી બહાર નીકળી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં દેશનાં આઠ મોટાં શહેરમાં મકાનોનાં વેચાણ વધ્યાં છે. આ સાથે તેની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ પ્રોપરાઈટરના રિપોર્ટ પ્રમાણે, દેશનાં આઠ મોટાં શહેરોમાં જાન્યુઆરીથી માર્ચમાં ઘરોનું વેચાણ વાર્ષિક ધોરણે 7% વધીને 70,623 યુનિટ થયું છે.

જોકે, આ સાથે ઘરોની કિંમતમાં પણ 7%નો વધારો નોંધાયો છે. ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં આઠ શહેરમાં ઘરોનાં વેચાણનો આંકડો 66,176 હતો. અમદાવાદ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), પૂણે અને બેંગલુરુમાં મકાનોનું વેચાણ વધ્યું છે, જ્યારે દિલ્હી-એનસીઆર, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતામાં મકાનોનાં વેચાણમાં ઘટાડો થયો છે. દેશમાં સૌથી વધુ 26% એટલે કે 23,361 ઘરોનું વેચાણ મુંબઈમાં થયું છે.

ત્યાર પછી 16,314 ઘર વેચાણના 19% ગ્રોથ સાથે પૂણે બીજા ક્રમે છે, જ્યારે 5,549 ઘર વેચાણ 18% ગ્રોથ સાથે અમદાવાદ ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત દેશમાં ઘરોની કિંમતમાં સૌથી વધુ 8-8%ના વધારા સાથે અમદાવાદ અને પૂણે પહેલા ક્રમે છે. ચાલુ વર્ષના પહેલા ત્રિમાસિકમાં દેશનાં આઠ મોટાં શહેરમાં 79,532 નવા મકાનનું લૉન્ચિંગ થયું છે, જેની તુલનામાં 2021ના માર્ચ ત્રિમાસિકમાં 53,037 નવા મકાન લૉન્ચ થયાં હતાં.

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close