કાશ્મીર ખીણમાં પંડિત પરિવારો માટે બનશે ઘરનું ઘર
The Kashmir Valley will be a home for Pandit families
શ્રીનગરથી બાલતાલ જતી વખતે રસ્તામાં ગાંદરબલ આવે છે. અહીં કાશ્મીરી પંડિતો માટે વડાપ્રધાન વિકાસ પેકેજમાં નોકરી મેળવનારા લોકોને કવર કેમ્પસમાં વસાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ હેઠળ ખીણમાં અલગ અલગ જગ્યાએ વિસ્થાપિત કાશ્મીરીઓના પરિવારોને વસાવવાની યોજના છે.
અહીં પીડબ્લ્યૂડીના કર્મચારી અબ્દુલ મજીદ કહે છે કે અહીં 12 ટાવર પર કામ ચાલી રહ્યું છે. 5-6 ટાવર લગભગ તૈયાર થઈ ગયા છે. ઓગસ્ટ સુધી અડધાથી વધુ ટાવરમાં લોકો વસવાટ કરવા લાગશે. જોકે ગાંદરબલની જેમ બીજા વિસ્તારોમાં નિર્માણ ગતિ એટલી ઝડપી નથી. ગંદેરબાલમાં જ અહીંથી આશરે 3 કિ.મી. દૂર 12 ટાવર પ્રસ્તાવિત છે. અહીં એક અઠવાડિયા પહેલાં જ કામ શરૂ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય અનુસાર 2015થી કાશ્મીરી પંડિતો માટે પ્રસ્તાવિત નિવાસનું ફક્ત 17 ટકા કામ પૂરું થયું છે. 2015માં ઘોષિત વડાપ્રધાન વિકાસ પેકેજ હેઠળ કેન્દ્ર સરકારે કાશ્મીરી પ્રવાસીઓ માટે 3,000 સરકારી નોકરી મંજૂર હતી. અત્યાર સુધી 1,739ને નોકરી અપાઈ છે.
આ વિલંબ અંગે રેવન્યૂ ડિપાર્ટમેન્ટના એક અધિકારી કહે છે કે આ પ્રોજેક્ટ સરકારની ટોપ પ્રાયોરિટીમાં છે. એક અન્ય અધિકારી કહે છે કે કાશ્મીરી પંડિતોના વસવાટના ઈરાદાથી આ સારો આઈડિયા હતો. 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે આ અનોખા રોજગાર પેકેજની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય એ હતો કે વિસ્થાપિત કાશ્મીરીઓને ખીણમાં તેમના વિસ્તારની આજુબાજુમાં નોકરી અપાય. ત્યારે આ પેકેજમાં સ્વીકૃત 3,000 પદોમાંથી 2,905ને ભરી દેવાયાં હતાં. તેના બાદ મોદી સરકારે આશરે 6 હજાર આવાસની જાહેરાત કરી જેને 902 કરોડના ખર્ચે નોકરી આપવાની હતી. જેમાંથી 1500 જેટલા ફ્લેટનું કામ પૂરું થઈ ગયું છે.
આ જ કારણ છે કે વડાપ્રધાન પેકેજ હેઠળ રોજગાર મેળવનારા લોકો આવાસની અછતનો સામનો કરી રહ્યા છે. અનેક જગ્યાએ આવાસી પરિસર બનેલા હોલમાં આ કર્મીઓએ રહેવું પડે છે. સ્કીમથી લોકોની વાપસી પર અહીંના કાશ્મીરીઓ કહે છે કે જ્યાં ત્યાં પાંજરાઓમાં નાખવાથી કાશ્મીરી પંડિતોની વાપસી ક્યારેય શક્ય નહીં બને.
2,744 માટે ટૂંક સમયમાં ટેન્ડર, 6 પરિસરમાં લોકોનું આગમન
સરકારે કહ્યું કે 1,488 યુનિટ લગભગ તૈયાર છે. 2,744 યુનિટ માટે ટેન્ડરને અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે. અનેક કાશ્મીરી પ્રવાસી વેસુ(કુલગામ), મટ્ટન(અનંતગામ), હાલ(પુલવામા), નટનસા(કૂપવાડા), શેખપોરા(બડગામ) અને વીરવાન(બારામુલ્લા)માં વર્તમાન ટ્રાન્જિટ રેસિડેન્સમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 64,827 રજિસ્ટર્ડ પ્રવાસી પરિવાર છે. તેમાં 60,489 હિન્દુ પરિવાર, 2,609 મુસ્લિમ અને 1,729 શીખ પરિવાર સામેલ છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર
20 Comments