વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ એટલે સુરત ડાયમંડ બુર્સ
Surat Diamond Bourse is the largest diamond hub in the world
175 દેશના લોકો હીરા ખરીદવા સુરત આવશે.
હીરાની નિકાસ 30%થી વધીને 70% થશે.
સુરત: સુરત ડાયમંડ બુર્સ હવે ટૂંકા દિવસોમાં શરૂ થઈ જશે. આ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. જેમાં દોઢ લાખ લોકોને રોજગારી મળશે. 175 દેશના લોકો સુરતમાં હીરાની ખરીદી માટે આવશે. હાલ સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્નઓવર દોઢ લાખ કરોડ છે. બુર્સ પછી અઢી લાખ કરોડ થવાનો અંદાજ છે. સુરતમાં જે હીરા કટ એન્ડ પોલિશ કરાય છે. તેમાં 30 ટકા અત્યારે સુરતથી એક્સપોર્ટ થાય છે. પણ બુર્સ શરૂ થતાં આ એક્સપોર્ટ 70 ટકાએ પહોંચશે.આ માટે બુર્સમાં જ કસ્ટમ હાઉસ બનાવાશે. બુર્સને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 1500 થી વધુ પરિવાર મુંબઈથી અહીં શિફ્ટ થશે. બુર્સ અન્ય તમામ ઇન્ડસ્ટ્રી માટે વરદાનરૂપ સાબિત થશે. દેશની ઇકોનોમીને પણ આનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બુર્સમાં 4200 ઓફિસ બનાવાઈ છે. જેમાં એક છત નીચે 65 હજાર લોકો કામ કરશે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર
10 Comments