બિલ્ટ ઈન્ડિયાના મેનેજિંગ એડિટરે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત
Built India's Managing Editor met Gujarat CM Bhupendra Patel

ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના મેનેજિંગ એડીટર પ્રહલાદ પ્રજાપતિએ, ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે, મુખ્યમંત્રી નિવાસસ્થાન પર શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને મુખ્યમંત્રીને પ્રહલાદ પ્રજાપતિએ કોફી ટેબલ બૂક The Luminaries of Construction Corridor-2022 ભેટ અર્પણ કરીને, બિલ્ટ ઈન્ડિયાના એવોર્ડ અને કોન્ક્લેવ-2022ને સફળ બનાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

તે દરમિયાન તેની સાથે બિલ્ટ ઈન્ડિયા એવોર્ડ કમિટીના સભ્યશ્રી રાજેન્દ્ર પટેલ અને બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના માર્ગદર્શક એવા ગુજરાત ભાજપાના લઘુ ઉદ્યોગ સેલના સંયોજક મહેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે પણ રાજેન્દ્ર પટેલ અને મહેન્દ્ર પટેલે મુખ્યમંત્રીને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.

નોંધનીય છે કે, 20 એપ્રિલ-2022ના રોજ અમદાવાદમાં બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનનો એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર અંગેની કોફી ટેબલ બુકનું વિચોમન, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરાયું હતું. તે સમયે ગુજરાતમાં બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની મહત્વની ચાર સંસ્થાઓના પ્રમુખો સહિત મોટીસંખ્યામાં ડેવલપર્સ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિઝનેસમેન્સ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત બિલ્ટ ઈન્ડિયાએ ગુજરાતમાં પ્રથમવાર કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતી પાંચ બિઝનેસ વિમેન્સનું સન્માન પૂર્ણેશ મોદીના હસ્તે કરાવીને નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે મહિલાઓ વધુમાં વધુ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરવા પ્રેરાય તે માટે એક પ્રયાસ કર્યો હતો. તો, સ્વામીનારાયણ સંસ્થા બીએપીએસના સંતશ્રી અને પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ઉમદા કામો કરનાર હસ્તીઓને સન્માનિત કરાયા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments