GovernmentGovtGOVT. TENDERSNEWS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, અમદાવાદમાં 271 કરોડના વિકાસનાં કામોનું કર્યુ લોકાર્પણ

Gujarat CM launches 271 crore development work of AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજીત ૨૭૧ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ,હાઉસીંગ પ્રોજેક્ટ તથા હેરીટેજના વિવિધ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતાં. જેમાં ૨૨૬ કરોડ ૪૮ લાખના ૬ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ૪૪ કરોડ ૨૫ લાખના ૩ કામોનું ખાતમુહૂર્ત થયું છે.પ્રધાનમંત્રી આવાસ યોજના ઝુંપડપટ્ટી પુનઃવસન અને પુનઃવિકાસ પોલિસી અંતર્ગત હેઠળ ઇંદિરાનગર છાપરાના ૧૬૧૦ આવાસોનું અને 52દુકાનોનું પુનઃવસન થઈ રહી છે. કુલ ૧૬૫ કરોડ ૭૪ લાખના ખર્ચે આ કાર્ય પૂર્ણ થયું છે. ૪૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વોટર ડીસ્ટ્રીબ્યૂશન સેન્ટરનું લોકાર્પણ થતાં હવે વિસ્તારના લોકોને વધુ પાણી મળતું થશે.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે દરેક ઘર સુધી નળથી જળ પહોંચાડવું. ગુજરાત સરકારે આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં ૧૦૦ ટકા ઘરો સુધી નળથી જળ પહોંચાડવાનું નક્કી કર્યું છે. જે લાભાર્થીઓને પોતાનું ઘર મળ્યું છે, આજે તેમના જીવનનું એક સ્વપ્ન પુરૂ થયું છે. આપ સહુ આ નવા આવાસોમાં સુખ શાંતિથી રહો, સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ પાઠવું છું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close