રાજ્ય સરકાર, GCAની ભાવવધારાની માંગણી સ્વિકારતાં, ટેન્ડર નહિં ભરવાની ઝૂંબેશનો આજે સુ:ખદ અંત, હવે ફરી કામો થશે ધમધમતા.
Today ended the campaign of not filling the tender, after accepting the GCA's demand for price hike by the state government.
ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશનના કૉન્ટ્રાક્ટર્સ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા મેટેરીયલમાં છેલ્લા ટૂંક સમયમાં થયેલો વધારો આપવા તેમજ સરકારી કૉન્ટ્રાક્ટર્સને નડતા પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સમક્ષ થયેલી રજૂઆતોને, રાજ્ય સરકારે સ્વિકાર લીધી છે. જેથી ગુજરાતમાં સરકારી કૉન્ટ્રક્ટર્સની માંગણીઓનો અંત આવ્યો છે જેથી હવે ફરી સરકારી કામો ધમધમતાં થશે.
નોંધનીય છે કે, ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશનની તા. 8 જાન્યુઆરી 2022 થી ટેન્ડર નહિં ભરવાની ઝુંબેશ આજ રોજથી પરત લઈએ છીએ તેવી જાહેરાત ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરવિંદ પટેલે કરી હતી.
રાજ્ય સરકારે ગુજરાત કૉન્ટ્રાક્ટર્સની માંગણીઓને સ્વીકાર કરતાં ગુજરાત કૉન્ટ્રક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરવિંદ પટેલે ગુજરાતના તમામ સરકારી કૉન્ટ્રાક્ટર્સ વતી ગુજરાત સરકાર સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રોડ અને બિલ્ડિંગ વિભાગના મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના હકારાત્મક અભિગમથી ગુજરાત સરકારના જાહેર બાંધકામના વિકાસલક્ષી કામો ઝડપથી અને સમયસર પુરા થશે, અને ગુજરાત સહિત રાષ્ટ્રના વિકાસને વેગ મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે કૉન્ટ્રાક્ટર્સની માંગણીઓ સ્વિકારી લેતાં, હવે વર્તમાનમાં ચાલતો ભાવ વધારાનો અમલ મહાનગરપાલિકા, નગરપાલિકા, નિગમો, સર્વ શિક્ષા અભિયાન, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, જેટકો, જી.ઈ.સી.એલ. ડી.સી., પી.આઈ.યુ., ફિશરીશ ડીપાર્ટમેન્ટ, ટુરિઝમ, પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ, પોલીસ હાઉસિંગ, જી. ડબલ્યુ. એસ. એસ. બી. સિંચાઈ, નર્મદા નિગમ, જી.યુ.ડી.એલ. વગેરે તમામાં લાગુ પડશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments