
ગુજરાતમાં સ્કાઈ સ્કેપર્સ બિલ્ડિંગો નિર્માણ કરવાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. ગુજરાતના આર્થિકનગર અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સાયન્સ સીટીમાં અમદાવાદના જાણીતા હાર્મોની ગ્રુપે, ગુજરાતની પ્રથમ યુનિક અને હાઈરાઈઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગનું નિર્માણ શરુ કર્યું છે. આ રીતે હાર્મોની ગ્રુપ ગુજરાતભરમાં યુનિક અને હાઈરાઈઝ બિલ્ડિંગ નિર્માણ કરવામાં પાયોનીઅર બન્યું છે.


100 મીટરની ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગ પોલિસી-2017 અંતર્ગત હાર્મોની ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રથમ હાઈરાઈઝ અને યુનિક બિલ્ડિંગ નિર્માણ પામવા જઈ રહી છે જેનો અમને ગર્વ છે તેવું હાર્મોની ગ્રુપના પાર્ટનર પ્રકાશ પટેલ જણાવે છે.
હાર્મોની ગ્રુપની હાર્મોની – હરીકેશ બિલ્ડિંગ કુલ 32 માળની બની રહી છે. આ બિલ્ડિંગ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી હાઈરાઈઝ બિલ્ડિંગ પોલિસીના નિયમોના આધીન નિર્માંણ પામી રહી છે તેવું પ્રકાશ પટેલે જણાવ્યું છે.

32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગમાં ત્રણ બેઝમેન્ટ પાર્કિંગ, કુલ 3 ટાવરો, દરેક ટાવરમાં 112 લક્ઝુરિયસ ફ્લેટ આમ કુલ 348 ફ્લેટ નિર્માણ પામશે. 3 અને 4 BHK ના આલિશાન ફ્લેટ બનશે, જેમાં 3 BHK, 303 વાર અને 4 BHK (405 થી 427 વાર)નો સમાવેશ થાય છે. દરેક ટાવરની પર્સનલ 4 લિફ્ટ, મેડિકલ અને ઈમરજન્સી સેવા માટે અન્ય બે મોટી લિફ્ટ આપવામાં આવી છે. ફ્લેટની અંદર 12 ફૂટની હાઈટ આપવામાં આવી છે. જીમ, કાફે સહિત અનેક લક્ઝુરીયસ સુવિદ્યાઓ આપવામાં આવી છે. આ આખી બિલ્ડિંગને ટોપથી એક વૉકવે બ્રિજથી જોડવામાં આવી છે. બિલ્ડિંગની આજુબાજુ પોલિસી મુજબના 12 મીટરની પહોળાઈ ધરાવતા રોડ આપવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી પોલિસીના નિયમો મુજબ બિલ્ડિંગ નિર્માણ પામી રહી છે. આગામી 4 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ગ્રાહકોને પઝેશન આપવામાં આવશે.

હાર્મોની ગ્રુપના પાર્ટનર પ્રકાશ પટેલ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના 100 દિવસના કાર્યકાળમાં જ ગુજરાતમાં હાઈરાઈઝ બિલ્ડિંગ નિર્માંણ કરવાની મંજૂરી મળી અને નિર્ણય લેવાયો છે. જેથી, અમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments