મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, કટારીયા-બગોદરા હાઈવે પરના ફ્લાયઓવર બ્રીજનું જાત નિરીક્ષણ કર્યું.
Chief Minister Bhupendra Patel inspected the quality of flyover bridge on Kataria-Bagodra Highway.
તા. 8 જાન્યુઆરી-2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, કટારીયા,બગોદરા ખાતે 53 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવીન ૬ માર્ગીય હાઈવે પરના અરણેજ ફ્લાયઓવરના નિર્માંણકાર્યનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ 53 કિલોમીટરની લંબાઈ ધરાવતો હાઈવે ૬૪૯.૨૧ કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે.
રાષ્ટ્ર નિર્માંણ માટેના તમામ પ્રોજેક્ટનું જાત નિરીક્ષણ થવું જરુરી છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. આ જ રીતે દરેક કંસ્ટ્રક્શન કંપનીઓએ અને ડેવલપર્સે પણ પોતાના પ્રોજેક્ટનું જાત નિરીક્ષણ કરવું જોઈએ. જાત નિરીક્ષણ કરવાથી, સાઈટ પર કામ કરતા સુપરવાઈઝર સિવિલ એન્જીનીયર્સ અને કર્મચારીઓને એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે અને જે કોઈ ઘટના બનતી પણ ટાળી શકાય છે પરિણામે, કંપનીને ફાયદો થાય છે.
નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જેવા કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો દ્વારા ચાલતા મહત્વના નિર્માંણ પ્રોજેક્ટ હોય કે અન્ય પ્રોજેક્ટ હોય તેનું જાત નિરીક્ષણ કરીને કામની સમીક્ષા કરે છે, તે એક નવીન કાર્યછૈલી છે. જે ખરેખર રાષ્ટ્ર નિર્માંણ માટે ખૂબ હિતકારક છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments