GovernmentInfrastructureNEWSPROJECTS

પંજાબમાં મોદીનો કાર્યક્રમ મોકૂફ, ખેડૂતોએ રસ્તો રોકતા 15 મિનિટ સુધી ફ્લાઈઓવર પર વડાપ્રધાન મોદીનો કાફલો ફસાયેલો.

PM Stuck On Punjab Flyover For 15-20 Minutes, Huge Security Lapse

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, જોકે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયા છે. પહેલા વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો તેવું માનવામાં આવતું હતું. જોકે હવે આ માટે સુરક્ષાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે. બીજેપીએ આ મામલે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માંગ્યું છે.

ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે પીએમ સવારે બઠિંડા પહોંચ્યા હતા. પછી તેમને ત્યાંથી હેલિકોપ્ટરથી હુસૈનીવાલમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું. જોકે વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે પહેલા પીએમએ 20 મિનિટની રાહ જોવા પડી હતી. પછીથી તેમણે આકાશ સાફ ન દેખાતા રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો. તેમાં લગભગ 2 કલાકનો સમય લાગવાનો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોજપુરના પ્રવાસે હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો ગણવામાં આવતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત લીધા પછી વડાપ્રધાનનો આ પંજાબનો પ્રથમ પ્રવાસ હતો. દિલ્હીમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધના આંદોલનમાં મોટાભાગના ખેડૂતો પંજાબના હતા.

પીએમ મોદી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે, અમૃતસર-ઉના ખંડને ફોર લેનમાં બદલવા, મુકેરિયાં-તલવાડા નવી મોટી રેલવે લાઈન, ફિરોજપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્ર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજની સ્થાપના સંબંધી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close