GovernmentHousingNEWSPROJECTS

જાણો- શું છે WAPA(West Ahmedabad Premium Arena) સીટી ?

know about WAPA CITY ?

છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરનો હોરિઝોન્ટલ અને વર્ટીકલ બંને રીતે ડેવલપ થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને સરદાર પટેલ રીંગથી આકાર પામનાર નવો 90 મીટરનો રીંગ રોડ વચ્ચેનો પટ્ટાનું હોરીઝોન્ટ ડેવલપમેન્ટ સારુ થઈ રહ્યું છે. નાના ચિલોડાથી શાંતિપુરા ચોકડી સુધીના 36 કિલોમીટરના એસ.પી.રીંગ રોડની બંને બાજુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો મોટીસંખ્યામાં નિર્માંણ પામી રહ્યા છે. જેમાં મહત્વના જંક્શન જેવા કે,નાના ચિલોડા, અપોલો હોસ્પિટલ સર્કલ, તપોવન સર્કલ, વૈષ્ણોદેવી સર્કલ, સાયન્સ સીટી સર્કલ, શીલજ સર્કલ, બોપલ સર્કલ, સ્કાઈ સીટી સર્કલ અને શાંતિપુરા શેલા સર્કલ પર કેટલીક ટીપીઓમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગો મોટીસંખ્યામાં નિર્માંણ પામી રહ્યું છે. જેમાં મહત્વની ગોધાવી ટીપીમાં હાલ ઔડા દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની ટીમે ટીપી 429માં થઈ રહેલા ડેવલપમેન્ટની જાત નિરીક્ષણ કર્યું. ત્યાં સ્થાનિક લોકો અને કેટલાક બિલ્ડર્સને પણ મળ્યા. જે બાદ બિલ્ટ ઈન્ડિયાએ આ અહેવાલ રજૂ કરી રહ્યું છે.

પશ્વિમ અમદાવાદના મહત્વના અને ફાસ્ટટેડ ગ્રોઈંગ એરિયા સાઉથ બોપલ, શેલા, શીલજને અડીને આવેલા ગોધાવી ટીપી. 429માં એક નવું અમદાવાદ શહેર ડેવલપ થવા જઈ રહ્યું છે. જે માટે ઔડા દ્વારા રોડ-રસ્તાઓ, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ, સ્પોર્ટસ્ સંકુલ સહિત મૂળભૂત સુવિદ્યાઓ નિર્માંણ કરવામાં આવી રહી છે.

વિશાળ ભૂમિ પટલ પર પથરાયેલી ટીપી 429માં પોલ્યૂશન ફ્રી સ્કાઈલાઈન, ગ્રીન સીટી, વેલ પ્લાનિંગ અને યુટીલીટી કોરીડોર સાથે ગ્રીનફિલ્ડ WAPA(West Ahmedabad Premium Arena) સીટી નિર્માંણ પામવા જઈ રહી છે.

WAPA(West Ahmedabad Premium Arena)સીટીની વિશષ્ટિતાઓ.

સરદાર પટેલ રીંગ નજીક અને સાઉથ બોપલને અડીને આવેલા ટીપી 429માં વેસ્ટ અમદાવાદ પ્રિમિયમ અરેના ટાઉનશીપ નિર્માંણ પામવા જઈ રહી છે. આ ટીપી ફ્રી ઝોન છે. જેથી, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોસ્પિટાલીટી,હોસ્પિટલ, વિદ્યા સુંકલો અને સ્પોર્ટસ્ સંકુલો જેવાં નિર્માંણો નિર્માંણ કરી શકાશે. અહીં 21 માળનાં બિલ્ડિંગો નિર્માંણ પામશે જેમાં અલ્ટ્રા લક્ઝૂરીયસ ફ્લેટ નિર્માંણ પામશે.

સીટી પ્લાનિંગ અને ઝોનિંગ

વાપા સીટી ગ્રીન ફિલ્ડ સીટી છે કારણ કે, આખી ટીપી નવી ડેવલપ થઈ રહી છે અને જેમાં ઔડા અને ડેવલપર્સ દ્વારા કેપિટલ ગાંધીનગર જેવી સેક્ટર વાઈઝ સીટી નિર્માંણ થઈ રહી છે. આખી સીટી સેક્ટર- A થી સેક્ટર J સુધી નિર્માંણ પામશે.

યુટીલીટી કોરીડોર સાથે 18, 36 અને 45 મીટરની પહોળાઈ ધરાવતા રોડ બની રહ્યા છે. 45 મીટરના રોડને 1 થી 9 નંબર આપવામાં આવશે. આ 45 મીટરનો રોડ નવા 90 મીટરના રીંગ રોડ સુધી ખુલી ગયો છે. જેથી, આ 45 મીટરનો રોડ સીધો નવા 90 મીટરના રોડને કનેક્ટ કરશે. સાઉથ બોપલ બિઝનેસ સેન્ટર એટલે કે, સોબો-સાઉથ બોપલથી સીધી ક્નેકટીવીટી ખુલી ગયેલ છે. ટીપીના દરેક રોડ પર એક જ પ્રકારની થીમ મુજબ પેવર બ્લોક, ટ્રી પ્લાન્ટેશન અને 15 હજાર જેટલા વૃક્ષો ઉગાડવવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close