હાઈવે-ટ્રાન્સપોર્ટ અને લોજેસ્ટિક સેક્ટરમાં રોકાણની ઉજળી તકો, મળશે ઊચું વળતર- નિતીન ગડકરી
High investment opportunities in highway-transport and logistics sector, high returns: Nitin Gadkari
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ રોકાણકારોને રોડ પ્રોજેક્ટસ્ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવાનું આહવાન કર્યું હતું અને રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી પણ આપી હતી. વધુમાં તેમણે રોકાણકારોને ખાતરી આપતાં જણાવ્યું હતું કે, તેઓનું રોકાણ સલામત છે અને કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિલંબમાં કે અટકી જવાની સંભાવના શૂન્ય છે.
રોડ સેક્ટરમાં વળતરનો દર ઘણો ઊંચો છે અને તેથી આર્થિક સદ્ધરતા વિશે કોઈ ચિંતા કરવાની જરુર નથી. વઘુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, હાઈવે, ટ્રાન્સપોર્ટ અને લોજેસ્ટિક સેક્ટરમાં રોકાણની તકો ખૂબ રહેલી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં આયોજિત હાઈવે, ટ્રાન્સપોર્ટ અને લોજેસ્ટિકમાં રોકાણ કરવા અંગેના એક સેમિનારમાં તેમણે આ જણાવ્યું હતું.
નોંધનીય છેકે, આ પ્રસંગે, નિતીન ગડકરીએ, 1990ના દાયકાની શરુઆતમાં મહારાષ્ટ્રમાં પહેલી શિવસેના-ભાજપ સરકારમાં પબ્લિક વકર્સ ડીપાર્ટમેન્ટના મંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે સમયના દિવસોમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભંડોળ પુરુ પાડવામાં નાણાંકીય સમસ્યાઓ ક્યારેય નડી ન હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments