GovernmentNEWSOthers

પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો, ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશેઃ અમિત શાહ

Union Home Minister Amit Shah lays the foundation stone of Umiya Mata Temple, at Umiya Campus, Sola in Ahmedabad.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છેકે, 13મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે.

પવિત્ર કામમાં મને એક ઈંટ મુકવાનો મોકો મળ્યો : અમિત શાહ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો, મને નિમંત્રણ આપ્યું. આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસમા મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે. 1500 કરોડના ખર્ચે અનેકવિધ ગતિવિધિઓ મંદિરના શિલાન્યાસ સાથે થવાની છે. અહીં એક વિશાળ મોડેલ છે. અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર બને એ માટે પાટીદાર સમાજે જે સંકલ્પ લીધો છે એ માટે હું સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું. આ ભવ્ય મંદિર જ્યારે પણ બને ત્યારે મને બોલાવજો હું નિશ્ચિંતપણે આવીશ.

મોદીજીએ ભૂલાયેલા આપણા મંદિરોના જિર્ણોદ્ધારનું કામ શ્રદ્ધા સાથે શરૂ કર્યું છે. કેદારનાથમાં પુરથી બધું તહસનહસ થઈ ગયું હતું. પણ મોદીજીએ ત્યાં અધ્યતન કેદારનાથની સ્થાપના કરી કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્રને ફરીથી જીવંત કરી દીધું. ઓરંગઝેબના જમાનામાં ક્ષતિ પામેલું કાશી વિશ્વનાથનું મંદિરનો ફરીવાર જિર્ણોદ્ધાર થશે,.

100 વર્ષની અંદર કોઈ સમાજ પોતાના અધ્યયનથી, પોતાની બુદ્ધિમત્તાથી ના કેવલ સમાજને આગળ વધારે, કોઈ દેશ કે પ્રદેશની અંદર કેવું ઉદાહરણ મેળવી શકે તેનું ઉદાહરણ જોવું હોય તો પાટીદાર સમાજના ઉત્થાનની ગાથા લખવી પડે. હું એવું માનું છું કે, પાટીદાર સમાજનો ઉત્કર્ષ અને વિકાસ તથા ગુજરાતનો ઉત્કર્ષ અને વિકાસ એક સાથે જોડીએ તો બંનેના ગ્રાફ સમાંતર જાય છે.

ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે. એ જ્યારે પણ ગુજરાતના વિકાસની ગાથા લખાશે એમાં સુવર્ણમય અક્ષરોથી લખાશે. અનેક ક્ષેત્રોમાં પાટીદાર સમાજો પુરુષાર્થ કરીને પોતાનું યોગદાન નોંધાવ્યું છે. હમણાં હું અરૂણાચલ ગયો હતો. ત્યાં બહુ ઓછા ગુજરાતીઓ છે. મેં ત્યાં જમતાં જમતાં પુછ્યું કે ભાઈ કોઈ ગુજરાતીઓ છે અહીંયાં? તો જવાબ મળ્યો કે લકડે કા બિઝનેસ કરને વાલે હમારે પાટીદાર સમાજ કે જો હે વો ગુજરાતી હૈ. અરુણાચલની બોર્ડર પર હતાં. તેમણે પણ ખબર હતી કે આ ગુજરાતી છે અને પાટીદાર સમાજના છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ અને પુછો કે મોટેલ કોની હોય તો એવું સાંભળવા મળશે કે પટેલની હોય.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, બાબુભાઈ પટેલે અગાઉ 25 કરોડનું દાન આપ્યું હતું પરંતુ અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને તેમણે 31 કરોડનું દાન આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર અગ્રણી મણિદાદાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 28 વર્ષ પહેલા ગામડાના લોકોને ધ્યાનમાં રાખીને જમીન લીધી હતી. તેઓ કોઈ પણ કામ માટે અહીં આવે તો ક્યાં ઉતરે એવો સવાલ હતો. માટે જ આ જમીન લીધી હતી. પરંતુ હવે નવી પેઢીને શું જોઈએ છે એ ધ્યાનમાં રાખીને અહીં આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં જે લોકો ઉદાર દીલથી દાન આપી રહ્યાં છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close