ભારતમાલા અને સાગરમાલા પરિયોજના અંતર્ગત દેશભરમાં અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, રેલ્વે ફ્લાયઓવર બ્રીજ, એલિવેટેડ બ્રીજ પ્રોજેક્ટ મોટાપ્રમાણમાં નિર્માંણ પામી રહ્યા છે. જે દેશના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વિકાસ માટે આધારસ્તંભ છે. ત્યારે આજે આપણે જાણીએ કે, કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો વર્તમાનમાં વિવિધ પ્રકારના હાઈવે તથા એક્સપ્રેસ વે નિર્માંણ કરી રહી છે.જેમાં ગ્રીનફિલ્ડ રોડ એટલેશું ?
ગ્રીનફિલ્ડ રોડ એટલે શું ?
ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે એટલે એવો રોડ કે હાઈવે જ્યાં પહેલાંથી, કોઈ જ રોડ નિર્માંણ પામ્યો ન હોય. અને આખેઆખો રોડ કે હાઈવે નવો જ બનાવવાનો હોય, તેને ગ્રીન ફિલ્ડ રોડ કહેવાય છે. ગ્રીન ફિલ્ડ હાઈવે કે એક્સપ્રેસ વે નિર્માંણ કરવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારોએ જમીન સંપાદિત કરવી પડે છે. આવા રોડ નિર્માંણ કરતાં પહેલાં તેની આસપાસમાં અનેક માળખાકીય વિકાસ પણ કરવામાં આવે છે જેમ કે, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, એરપોર્ટ, મેટ્રો રેલ જેવી અનેક માળખાકીય સુવિદ્યાઓ પણ સર્જાય છે.
ઉલ્લેખનીય છેકે, સામાન્ય રીતે, ભારતમાં ગ્રીન ફિલ્ડ રોડ ઓછામાં ઓછો 6 લેન અને વધુમાં વધુ 12 લેન હાઈવે નિર્માંણ માટે ડીઝાઈન છે. ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે એવો રોડ છે જેમાં કોઈ જ પ્રકારની અડચણો ન સર્જાય તે માટે તેની બંને બાજુ તારની કે કોંક્રિટની દિવાલો તેમજ રોડ નિર્માંણ અંગોના તમામ માપદંડોને આધીન નિર્માંણ કરવામાં આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments