મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, એક જ દિવસમાં 8 ટીપી સ્કીમને આપી મંજૂરી.
CM Bhupendra Patel approved 8 TP Scheme in 4 cities of state.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, એક જ દિવસમાં કુલ ચાર શહેરોમાં કુલ આઠ ટીપી સ્કીમને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની પાંચ ડ્રાફટ ટી.પી. સ્કીમ, ભાવનગર-રાજકોટ પ્રત્યેકની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને પાટણની એક પ્રિલિમિનરી સ્કીમનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફ્ટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. 124-એ.બી.સી.ડી. અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. 153, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. 25 તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. 28નો સમાવેશ થાય છે.
કુલ 86.31 હેકટર્સ જમીન સંપાદિત થશે
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની સાત ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ 72.34 હેકટર્સ જમીન સંપાદિત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની એક પ્રિલિમિનરી સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. જેનાથી કુલ 13.97 હેકટર્સ જમીન સંપાદિત થશે. આમ, રાજ્યના કુલ 4 શહેરોની 8 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્ર 86.31 હેકટર્સ જમીન સંપાદિત થશે.
નબળા વર્ગના લોકોના રહેઠાણ, બાગ–બગીચાનું નિર્માણ થઈ શકશે
નોંધનીય છેકે, આ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થતા સંપાદિત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપાદિત જમીન પર સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ, ખુલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઈ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. ચાર શહેરોની કુલ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજિત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
2 Comments