GovernmentInfrastructureNEWS

341 કિ.મી. લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, ઉત્તરપ્રદેશના 9 જિલ્લાઓમાંથી થશે પ્રસાર.

UP's Purvanchal Expressway will be passed in Eastern 9 districts of the state.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના વિકાસ રથ સમા પૂર્વોચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ હિસ્સાની રાજધાની લખનઉ સાથે કનેક્ટિવિટી સારી થઈ જશે. અંદાજિત 341 કિલોમીટરની લંબાઈ ધરાવતો, પૂર્વોચલ એક્સપ્રેસ વે લખનૌઉના ચંદ સરાઈ ગામથી શરુ થશે અને બિહારની સીમા પર આવેલા ગાઝીપુરના હૈદરિયા ગામે પુરો થશે. ત્યારે જાણીએ, ઉત્તર પ્રદેશના વિકાસ રથ સમા પૂર્વાંચલ એક્સપ્રેસ વેની વિશિષ્ટતાઓને.

કયાં શહેરોમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે?
આ એક્સપ્રેસ-વે ઉત્તરપ્રદેશનાં 9 શહેરમાંથી પસાર થશે. એમાં લખનઉ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, આંબેડકરનગર, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર સામેલ છે. આ એક્સપ્રેસ વેમાં કુલ 18 ફ્લાયઓવર બ્રીજ, 7 રેલ્વે ઓવર બ્રીજ, 6 ટોલ ટેક્સ નાકા, 271 અંડરપાસનો નિર્માંણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત, સુલતાનપુરમાં એક કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ, એક્સપ્રેસ વેની બંને બાજુ પર ઈન્ડસ્ટ્રીયલ હબ અને 16 એમ્બ્યુલન્સ રહેશે, કોઈપણ ઈમર્જન્સી માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ એક્સપ્રેસ-વેને કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જિલ્લાઓને પણ ફાયદો થશે.

એક્સપ્રેસ-વે નિર્માંણ ખર્ચ – આ પ્રોજેક્ટ યોગી સરકારની સૌથી મહત્ત્વકાંક્ષી પરિયોજનાઓમાં સામેલ છે. એનો કુલ ખર્ચ 22 હજાર 495 કરોડ રૂપિયા થયો છે. જેમાં જમીન સંપાદનનો ખર્ચનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ-વે ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)એ આ એક્સપ્રેસ-વે પર મુસાફરોની સુરક્ષા માટે સિક્યોરિટી એરેન્જમેન્ટ કરી છે. એમાં રખડતાં પશુઓને રોકવા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને ફેન્સિંગ હશે. રસ્તામાં અલગ-અલગ સ્થળે ટીમો પણ તહેનાત હશે, જે એક્સપ્રેસ-વે પર આવનારાં પશુઓને પકડશે.

અકસ્માત થવા પર શું કોઈ રેસ્ક્યૂ સિસ્ટમ પણ હશે?
કોઈ ઈમર્જન્સી કે અકસ્માત થાય ત્યારે એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. એમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ લાગેલી હશે. તેની સાથે જ અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ વાહન પણ તહેનાત હશે. આ એક્સપ્રેસ-વે પર ફાઈટર જેટ પણ લેન્ડ કરી શકે છે. સુલતાનપુરના કુડેભારમાં ત્રણ કિલોમીટર લાંબો રનવે બનાવવામાં આવ્યો છે. જે જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરી શકાશે. હાલ સિક્સ લેન એક્સપ્રેસ-વેને જરૂર પડશે ત્યારે 8 લેન કરી શકાય છે. એ શરૂ થયા પછી 300 કિમીની સફર માત્ર સાડા ત્રણ કલાકમાં પૂરી કરી શકાશે. સરકારને આ એક્સપ્રેસ-વેથી દર વર્ષે 200 કરોડથી વધુની કમાણીની આશા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close