
વિશ્વભરના દેશો જેવા કે, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં પ્રીકાસ્ટ ટેક્નોલોજી દ્વારા રેસિડેન્શિયલ બિલ્ડિંગો નિર્માંણ પામે છે. ભારતમાં પણ પીકાસ્ટ બિલ્ડિંગોનું નિર્માંણ પામે છે. પરંતુ, તે માત્ર ઈન્ડસ્ટ્રીયલ શેડ કે ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ માટે સિમિત છે. પરંતુ, હવે ગુજરાતમાં પણ પ્રીકાસ્ટ ટેક્નોલોજી દ્વારા રેસિડેન્શિયલ બિલ્ડિંગો સહિત કોમર્શિયલ સેગમેન્ટની બિલ્ડિંગો નિર્માંણ પામશે.

દેશની લિડીંગ કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે, ગુજરાતના સાણંદ નજીક પ્રીકાસ્ટ ટેક્નોલોજીથી નિર્માંણ પામતા બિલ્ડિંગો માટે એક વિશાળ પ્લાન્ટની શરુઆત કરી છે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ બંને સેગમેન્ટ માટે પ્રીકાસ્ટ નિર્માંણ પામશે.
પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડીના જણાવ્યાનુસાર, આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ પ્રીકાસ્ટ ટેક્નોલોજી દ્વારા બિલ્ડિંગો નિર્માંણ પામશે. તે પણ 30 માળની ઊંચાઈ ધરાવતા અને ઉચ્ચ કંસ્ટ્રક્શન કૉવાલીટીવાળાં રેસિડેન્શિયલ બિલ્ડિંગો નિર્માંણ કરી શકાશે. ગુજરાત સહિત દેશમાં પ્રીકાસ્ટ સેક્ટરની ખૂબ જ માંગ છે. જેથી, આવનારો યુગ પ્રીકાસ્ટ માટે હશે તો નવાઈ નહીં.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments