રાજકોટમાં હાલ યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમા બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા. જેનું સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને હાલ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી પરંતુ 7થી વધુ વાહનો ચૂર ચૂર થઈ ગયા છે.
ફસાયેલા લોકોને બહાર કઢાયા
સ્થાનિકો દ્વારા કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમ ઘટના બન્યાના એક કલાક બાદ પહોંચી છે અને JCBની મદદથી અન્ય ભાગ તોડી, વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય-ભાસ્કર
6 Comments