ગુજરાતમાં આગામી બે વર્ષમાં 8 નવી મેડિકલ કોલેજો નિર્માંણ પામશે.
Gujarat to get 8 medical colleges in 2 years.
ગુજરાત સરકાર આગામી બે વર્ષમાં રાજ્યમાં આઠ નવી મેડિકલ કોલેજો નિર્માંણ કરવા માટે આયોજન કરી રહી છે. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર, આ મેડિકલ કોલેજ દ્વારા એમબીબીએસની 1200 બેઠકોનો ઉમેરો થશે. જે ગુજરાતની પ્રવર્તમાન બેઠકોની કુલ સંખ્યાના લગભગ 21 ટકાનું પ્રતિનિધિત્વ કરશે.
ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકાર દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે સક્રિય અને ગતિશીલ છે. જેના ભાગરુપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, ઉત્તરપ્રદેશના વારણસીમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. જે અંતર્ગત, ઉત્તર પ્રદેશમાં કુલ 9 નવી મેડિકલ કોલેજો અને એક મેડિકલ યુનિવર્સીટી નિર્માંણ પામશે. આ તમામ મેડિકલ કોલેજના નિર્માંણકાર્યનું ટેન્ડરીંગ થઈ ચૂક્યું છે. જેથી, ટૂંક સમયમાં તેનું નિર્માંણકાર્ય શરુ કરવામાં આવશે.
રાજ્ય સરકાર મોરબી, ગોધરા અને પોરબંદર, આ ત્રણ શહેરમાં નવી મેડિકલ કોલેજનું નિર્માંણકાર્ય વર્ષ 2021-22માં શરુ કરે તેવી સંભાવના રહેલી છે. તે બાદ, રાજપીપળા, નવસારી, જામ ખંભાળિયા, બોટાદ અને વેરાવળ મેડિકલ કોલેજ શરુ કરશે.
હાલમાં રાજ્યમાં લગભગ 30 કોલેજો છે, જેમાં 5508 બેઠકો છે. જેના માટે એડિમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ પ્રવેશ હાથ ધરે છ. આગામી બે વર્ષમાં નિર્માંણ પામનાર કોલેજોને કારણે ડોક્ટરોની સંખ્યામાં વધારો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
8 Comments