Big StoryGovernmentInfrastructureNEWS

31 ઓક્ટોબરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું થશે લોકાર્પણ.

Gota-Thaltej Flyover Bridge will be launched

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ 31 ઓક્ટોબર-2021 એટલે કે, લોહપુરુષ સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે સાંજે ચાર કલાકે કરીને, અમદાવાદીઓ સહિત ગુજરાતની જનતાને દીવાળી ભેટ આપશે. ફ્લાયઓવર નિર્માંણકર્તા કંપની અજય એન્જીનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જણાવ્યાનુસાર, 31 ઓક્ટોબર-2021ના સાંજે ચાર કલાકે મુખ્યમંત્રીના હસ્તે બ્રીજનું લોકાર્પણ થશે.   

ઉલ્લેખનીય છેકે, અમદાવાદ શહેર માટે મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામેલા ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ થતાંની સાથે ટ્રાફિક સુચારુ થશે અને વાહનચાલકો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત થશે.

278 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજની લંબાઈ 4.2 કિલોમીટર છે જ્યારે તેની પહોળાઈ 28 મીટર છે. આ ફ્લાયઓવર બ્રીજ પર ચડવા અને ઉતરવા માટે કુલ 6 સ્લીપ વે આપેલા છે. જેમાં એક ગોતા-સોલા પર, બીજો સાયન્સ સીટી અને ત્રીજો સ્લીપ વે ઝાયડસ્ સર્કલ પર આપેલો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close