રાજ્ય સરકાર શહેરી વિસ્તારોના MLAને રસ્તાના કામો માટે, આપશે બે કરોડની ગ્રાન્ટ.
MLAs to get 2cr. for road repairs in urban areas of Gujarat.

રાજ્યના શહેરી મતવિસ્તારના 35 ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દીઠ બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.

રાજ્યભરમાં થોડો વરસાદ પડતાં જ રસ્તાઓ પર મોટા-મોટા ગાબડાં પડી જવાની સમસ્યા વર્ષો જૂની છે. વળી, આ રસ્તાઓ યોગ્ય રીતે રિપેર કરવાને બદલે તેના પર માત્ર થિગડાં મારી દેવામાં આવે છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં તો વારે-તહેવારે રોડ પર ગાબડાં પૂરવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા પછી માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ તાત્કાલિક ધોરણે એક વોટ્સએપ નંબર જાહેર કરી રસ્તાઓ સ્વસ્થ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સરકારને કુલ 30 હજાર ફરિયાદ મળી હતી. જેમાંથી 22 હજાર ફરિયાદનો નિકાલ એટલે રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
10 Comments