
કોઈ પણ વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લે છે. જો કે, લોન મળવાની સાથે જ એ ચૂકવવાની જવાબદારી પણ આવી જાય છે. આ જવાબદારી નિભાવવામાં જો કોઈ ભૂલ થાય તો ફાઇનાન્શિયલ તકલીફ થઈ શકે છે. લોનની રકમ સાથે વ્યાજ પણ ચૂકવવું પડે છે, આથી શક્ય હોય તો વ્યાજની રકમ ઓછું કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
EMIની ચૂકવણીમાં કોઈ ભૂલચૂક ના કરો
તમારા EMIની ચૂકવણીની તારીખ નક્કી કરી લો. EMI ચૂકવણીમાં લેટ થાય તો પેનલ્ટી ચાર્જ અને વ્યાજ પણ લાગે છે. આ ઉપરાંત ક્રેડિટ બ્યુરો જ્યારે પણ કોઈ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર કેલ્ક્યુલેટ કરે છે ત્યારે તે લોન EMI અને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી માટે રેકોર્ડ ચેક કરે છે. નક્કી કરેલી તારીખમાં EMI ના ચૂકવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર થાય છે. તેનાથી ભવિષ્યમાં તમને લોન કે ક્રેડિટ કાર્ડ લેવામાં તકલીફ પડી શકે છે.
ઇમર્જન્સી ફંડમાં લોન EMI જોડો
ઇમર્જન્સી ફંડ રાખવાનો મુખ્ય ઉદ્દેશ ઇમર્જન્સી સ્થિતિ જેમ કે અચાનક નોકરી છૂટવી, ગંભીર બીમારી કે જીવનમાં અન્ય તકલીફોમાં આર્થિક સંકટથી બચવાનો છે. ઇમર્જન્સી ફંડ તમારા ઓછામાં ઓછા 6 મહિનાના જરૂરી માનસિક ખર્ચ જેમ કે કરિયાણું, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, EMI વગેરે સમાન હોવું જોઈએ. હાલ લોન ચૂકવનારા લોકો માટે જરૂરી છે કે, તેઓ પોતાના ઇમર્જન્સી ફંડમાં તેમના 6 મહિનાની EMI સમાન રકમ ભેગી કરે અને પછી તે વાપરે.
શક્ય હોય ત્યારે બેલેન્સ ટ્રાન્સફર કરવું
તમે બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરીને હાલની લોન જે જગ્યાએ ઓછું વ્યાજ આપવું પડે તેવી કોઈ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો. જેમનો લોનનો સમયગાળો બાકી હોય તેમણે સમયાંતરે લોન પર લાગુ થતા વ્યાજદરની અન્ય બેંક દ્વારા આપવામાં આવતા વ્યાજ સાથે સરખામણી કરવી જોઈએ. બેલેન્સ ટ્રાન્સફરનું ઓપ્શન પસંદ કર્યા પહેલાં પ્રી-પેમેન્ટ ફીનું ધ્યાન રાખવું જોઈએ. બેલેન્સ ટ્રાન્સફરનો ઓપ્શન ત્યારે જ પસંદ કરો જ્યારે બધી ચૂકવણી કર્યા પછી પણ વ્યાજની કિંમતમાં તમારી મહત્ત્વપૂર્ણ બચત થતી હોય.
વધારે રૂપિયા હોય ત્યારે પ્રી-પેમેન્ટ કરો
જ્યારે લોનના શરૂઆતના સમયગાળામાં જ પ્રી-પેમેન્ટ કરી દીધું હોય ત્યારે વ્યાજની રકમમાં ઘટાડો કરી શકાય છે. આથી લોન લેનારી વ્યક્તિ પાસે જ્યારે પણ વધારે રૂપિયા હોય ત્યારે લોન પ્રી-પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે ઘણી બધી લોનની ચૂકવણી કરતા હો તો હંમેશાં વધારે વ્યાજવાળી લોનનું પ્રી-પેમેન્ટ કરો. જો કે, પ્રી-પેમેન્ટ સિલેક્ટ કર્યા પહેલાં લાગુ પ્રી-પેમેન્ટ પર કોઈ ફી હોય તો ફીનું ધ્યાન રાખો. જો આ ફી બચતથી વધારે હોય તો બીજીવાર વિચાર કરો.
પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહો
તમારા ક્રેડિટ રિપોર્ટમાં અલગ-અલગ લોન અને ક્રેડિટ કાર્ડ સંબંધિત જાણકારી હોય છે. ક્રેડિટ બ્યુરો આ જાણકારીને આધારે જ તમારો ક્રેડિટ સ્કોર નક્કી કરે છે. બેંક કે બ્યુરો તરફની કોઈ પણ ખોટી જાણકારી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પાડે છે. આ જોખમ ઓછું કરવાનો એકમાત્ર ઉપાય છે ટાઇમસર તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો. તમે વર્ષમાં એકવાર દરેક ક્રેડિટ બ્યુરો પાસેથી નિ: શુલ્ક ક્રેડિટ રિપોર્ટ લઈ શકો છો. તેનાથી તમારી આર્થિક સ્થિતિ ખબર પડશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments