InfrastructureNEWS

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડ્રોન દ્વારા માલસમાન હેરાફેરી કરી શકાશે- નિતીન ગડકરી.

You can travel by draw at Delhi- Mumbai Expressway

વિશ્વનો સૌથી મોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે અંતર્ગતનો 423 કિલોમીટરની લંબાઈ ધરાવતો 8 લેન વડોદરા- મુંબઈ એક્સપ્રેસ 36000 કરોડના ખર્ચે નિર્માંણ પામવા જઈ રહ્યો છે. જેમાં પ્રથમ તબક્કાનો હાઈવે 132 કિલોમીટરમાંથી 40 ટકા એટલે કે, 52 કિલોમીટર હાઈવેનું નિર્માંણ થઈ ચૂક્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, લીમખેડા, વડોદરા, ભરુચ, સુરત અને વલસાડથી પ્રસાર થયો છે. આ સાથે 60 ઓવરબ્રીજ, 17 ઈન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર, 8 રેલ્વે ઓવર બ્રીજનો સમાવેશ થાય છે.

વડોદરાથી અંકલેશ્વર સુધીનો 100 કિલોમીટર હાઈવેની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જે 2022 સુધી નિર્માંણ પૂર્ણ થઈ જશે. અંક્લેશ્વરથી તલાશ્વરી સુધીનો હાઈવે પણ 2023 સુધી પૂર્ણ થઈ જશે. આ એક્સપ્રેસ વે પર મુસાફરોની સુવિદ્યાઓ માટે 33 વે સાઈડ નિર્માંણ કરવામાં આવી છે. જેમાં રેસ્ટોરેન્ટ, રેસ્ટ રુમ, મેડિકલ સર્વિસ, ગાર્ડન અને એટીએમ અને હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. જ્યાં ડ્રોન દ્વારા માલસામાન હેરાફરી પણ કરી શકાશે. અને આવનારા દિવસોમાં માણસો પણ ડ્રોન દ્વારા ડ્રાવેલિંગ કરશે તેવી નિતીન ગડકરીએ જણાવ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close