જૂઓ- વિડીયો – નિતીન ગડકરી સાથે વિશ્વ રેકોર્ડ કરનાર પટેલ ઈન્ફ્રા.લિ.ના સીએમડી અરવિંદ પટેલ.
union-minister-nitin-gadkari-inspections-of-vadodara-bharuch-express-highway

ઈન્ડિયન રોડ મેન અને કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અંતર્ગત આવતા વડોદરા- ભરુચ એક્સપ્રેસ વેનું જાત નિરીક્ષણ કર્યું હતુ. જે બાદ, 140 સ્પીડ પર કાર ચલાવીને રોડનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે, રોડ નિર્માંણમાં વિશ્વ રેકોર્ડ કરનાર ગુજરાતની જાણીતી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીએમડી અરવિંદ પટેલ સાથે રહીને, પોતાના નિર્માંણકાર્યનું નિરીક્ષણમાં સાથ આપ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, છેલ્લા બે દિવસથી, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી 1380 કિલોમીટરની લંબાઈ ધરાવતો અને વિશ્વનો સૌથી મોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું હવાઈ અને જમીની નિરીક્ષણ કરી રહ્યા છે. જેના ભાગરુપે આજે ભરુચ ખાતે, ગુજરાતની કંપનીએ નિર્માંણ કરેલા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું. રોડની ગુણવત્તા જોઈને, ગડકરી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યારે જૂઓ નિતીન ગડકરી સાથે રોડ નિર્માંણમાં વિશ્વ રેકોર્ડ કરનાર અરવિંદ પટેલને.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments