GovernmentInfrastructureNEWS

નાગપુરમાં રોડ સલામતી માટે નિતીન ગડકરીએ, આર્ટીફિસિયલ ઈન્ટેલિઝિન્સ, iRASTE પ્રોજેક્ટ લોન્ચ કર્યો

AI-powered project iRASTE for road safety launched

ભારત સરકાર અને કેટલીક સંસ્થાઓ સાથે મળીને, દેશમાં રોડ અકસ્માતમાં ઘટાડો થાય તેવા ઉમદા હેસુતર, કેન્દ્ર સરકાર અને Intel, INAI, IIIT-H (International Institute of Information Technology-Hyderabad), CSIR-CRRI (Central Road Research Institute), Mahindra & Mahindra અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને કેન્દ્ર સરકારના સહયોગથી, નાગપુરમાં iRASTE (intelligent Solutions for Road Safety through Technology and Engineering) પ્રોજેક્ટ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી હસ્તે લોન્ચ કરાવ્યો.

આ પ્રોજેક્ટ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ, દેશભરમાં થતા રોડ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો કરવાનો છે. જેનો પ્રયોગ નાગપુરથી કરવામાં આવ્યો છે. iRASTE પ્રોજેક્ટમાં મુખ્ય ત્રણ પાસા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં રોડ સેફ્ટી, ગતિશીલતા વિશ્લેષણ અને માર્ગ માળખાગત સલામતીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ દ્વારા રોડ સેફ્ટી કેવી રીતે વધારી શકાય તે અંગે નિરીક્ષણ કરવામાં આવશે.

Advanced Driving Assistance Systems (ADAS) વાહન ચાલકોની સલામતી વધારવા માટે સહાય રુપ બનશે. આ સિસ્ટમથી ડ્રાઈવરનું મૂલ્યાંકન અને તેની તાલીમ અંગે સુધારો કરી શકાશે. તેમજ રોડ નેટવર્ક પરથી જોખમકારક ગ્રે એન્ડ બ્લેક સ્પોર્ટનું નિરીક્ષણ કરીને, જોખમ સામે સુરક્ષિત બનાવશે. જેથી, અકસ્માત જોખમકારક બ્લેક સ્પોર્ટને ટાળી શકાશે.

નાગપુરમાં શરુ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ ચોક્કસપણે, દેશભરમાં રોડ સલામતી માટે સિમાચિહ્નનરુપ સાબિત થશે. અને આવનારા દિવસોમાં દેશના વિવિધ શહેરોમાં પણ શરુ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close