મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી- મિડીયા રીપોર્ટ.
Mansukh Mandaviya is likely to become chief Minister of Gujarat.
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ હવે શું થશે તે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. જો કે, કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પરષોત્તમ રુપાલાએ ચોખવટ કરી છે કે આવતીકાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અલબત્ત એવું કહી શકાય કે, આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તે લગભગ નક્કી છે.
વિશ્વાસપાત્ર વર્તુળોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પરસોત્તમ રૂપાલાના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, મનસુખ માંડવિયાને હાલમાં જ કેન્દ્ર સરકારમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, અને પુરુષોત્તમ રુપાલા પણ કેન્દ્રિય મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેવામાં તેમને દિલ્હીથી ગુજરાત લવાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
અત્યારની સ્થિતિમાં સીએમ પદ માટે નીતિન પટેલ, પુરુષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય નેતા પાટીદાર છે. આ ઉપરાંત, સીઆર પાટિલ અને ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments