શિવાલિક ગ્રુપ હવે, Lofy બ્રાન્ડ અંતર્ગત Home Interior પણ કરશે.
Gujarat leading Real Estate Shivalik Group launched Logy Home Interior
અમદાવાદના નામાંકિત ડેવલપર્સ શિવાલિક ગ્રુપે, હોમ ઈન્ટીરીયર બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહના જણાવ્યાનુસાર, શિલાલિક ગ્રુપ Lofy નામની બ્રાન્ડ દ્વારા હોમ ઈન્ટીરીયર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. જેનો શુભાંરભ થઈ ચૂક્યો છે. Lofy Home Interior ને ખુલ્લી મૂકતાં તરલ શાહે જણાવ્યું હતું કે, શિવાલિક ગ્રુપ આવનારા દિવસોમાં તેના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં પણ, લોફી બ્રાન્ડ હોમ ઈન્ટીરીયર ડીઝાઈન કરીને આપશે. આ સાથે અન્ય ડેવલપર્સ ગ્રુપનું પણ કામ કરશે.
બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, તરલ શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સર્વિસ બેઝ બિઝનેસ શરુ કર્યો છે. જેથી, અમે અમારી પ્રોડક્ટમાં સર્વિસ સર્વોપરી રહેશે. તરલ શાહે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, લોફી હોમ ઈન્ટીરીયર દ્વારા હોમ ઈન્ટીરીયર કરનાર તમામ ગ્રાહકોને 6 મહિના સુધી સર્વિસ ફ્રી આપવામાં આવશે.
ડેવલપર્સમાંથી આર્કીટેક્ટ વ્યવસાયમાં આવવાના વિચાર અંગે આપનો શું મત છે ?
શિવાલિક ગ્રુપ રીયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા 22 વર્ષથી કામ કરી રહ્યું છે. અને અમે હજારોની સંખ્યામાં પ્રોપર્ટી ખરીદનારોને સમજ્યા છે જાણ્યા છે. તેમજ તેમની જરુરિયાતો શું છે તે પણ જાણી છે. તે પરથી અમને વિચાર આવ્યો કે, હોમ ઈન્ટીરીયર બિઝનેસ શરુ કરીએ. અમને ખબર છેકે, ગ્રાહકો કેવા પ્રકારની પ્રોપર્ટી ખરીદવામાં રસ દાખવે છે. અને તેમાં કેવા પ્રકારનું હોમ કે ઓફિસ ઈન્ટીરીયર ઈચ્છે છે. આજે ઘર ખરીદનાર દરેક પરિવાર પહેલાં ફર્નિચર કરાવે છે. પછી ગૃહપ્રવેશ કરે છે, આ એક નવો ટ્રેન્ડ થઈ ગયો છે. જોકે, અર્ફોડેબલ સેગમેન્ટમાં આ શક્ય નથી.
આપના બિઝનેસની બ્લૂપ્રિન્ટ શું છે ?
અમદાવાદના પોશ વિસ્તારોમાં હોમ ઈન્ટીરીયર ગેલેરી આઉટલેટ શરુ કરવામાં આવશે. જોકે, હાલ એક ગેલેરી આઉટલેટ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ, રાજ્યના ચાર મહાનગરોમાં પણ તેની ફ્રેન્ચાઈઝ આપવામાં આવશે. આ રીતે, હોમ ઈન્ટીરીયર સેક્ટરમાં લોફી હોમ ઈન્ટીરીયર કંપની હોમ ઈન્ટીરીયર સેક્ટરમાં વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે.
અમારી કંપનીનું હોમ ઈન્ટીરીયર સ્પેશિયલ સ્કિલ્ડ કાર પેન્ટર્સ, સ્પેશિયલ આર્કીટેક્ટની ટીમ દ્વારા ડીઝાઈન કરવામાં આવી રહ્યું છે. દેશમાં હોમ ઈન્ટીરીયર સેક્ટર અનઓર્ગેનાઈઝ છે. જેથી, આ બિઝનેસમાં વિપુલ તકો રહેલી છે. હાલ દેશમાં સારુ હોમ ઈન્ટીરીયર ડીઝાઈન કરતી ચાર થી પાંચ કંપનીઓ હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments