GovernmentNEWS

વડોદરા એરપોર્ટનું ખાનગીકરણની કવાયત શરુ, ગુજરાત ચેમ્બર-વડોદરા નારાજ

vadodara airport is likely to private in 2024

કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા સુરત સહિતના એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી 2024 વડોદરા એરપોર્ટ ખાનગીકરણ થાય અને 246 કરોડ રૂપિયાની આવક થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ આ અંગે એરપોર્ટ ઓથોરિટી અને વડોદરા મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વડોદરા એરપોર્ટ ખાનગીકરણ માટે નિરાશાવાદી જણાઈ રહ્યા છે.

લોકો અમદાવાદ એરપોર્ટને પ્રાયોરિટી આપે તેવી શક્યતા
વડોદરા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ મુજબ વડોદરાથી બિઝનેસ ન હોવાને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ શકી નથી તેમજ જો ખાનગીકરણ કરવામાં આવશે તો સુવિધાઓ પણ મોંઘી પડશે. જેથી ડેવલોપમેન્ટ પર અસર થઈ શકે છે બીજી તરફ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક હોવાથી લોકો તેને પ્રાયોરિટી આપશે.

ખાનગીકરણમાં કંપની રસ દેખાડશે નહીંઃ અધિકારી
એરપોર્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ભરત ગુપ્તાએ જણાવ્યું હતું કે, વડોદરા એરપોર્ટ પર માત્ર 3 હજારનો ડેઇલી ફૂટફોલ છે. કોરોના દરમિયાન આંકડો ઓછો થયો છે હવે ડિસેમ્બર મહિનામાં કસ્ટમ અને ઇમિગ્રેશનન શરૂ થયા બાદ કોઈ કંપની આમાં રસ દાખવે તો પણ મોટું ડેવલોપમેન્ટ શક્ય નથી. એરપોર્ટના ખાનગીકરણમાં કોઈ કંપની રસ દાખવે તેવી પણ શક્યતા હાલના તબક્કે જણાતી નથી. જો એરપોર્ટનું ખાનગીકરણ થાય તો કોઈ નવો વેપાર ઉદ્યોગ વધે અથવા નવી ફ્લાઇટ શરૂ થાય તેવું પણ જણાતું નથી સુરતમાં અત્યારે 27 ફલાઇટ કાર્યરત છે વડોદરામાં બંધ થયેલી ફલાઇટ ફરી શરૂ થાય તો પણ 12 વધુ ફ્લાઇટના મુસાફરો મળે તેવી શક્યતા નથી. કાર્ગો પણ વડોદરા થી શરૂ થઈ શક્યું નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close