GovernmentInfrastructureNEWS
સરકાર તરફથી મળતા ઉચ્ચ વર્ક ઓડર્સ પ્રવાહથી, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને થશે ફાયદો.
Road construction companies to benefit from higher government order flow
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિવિધ સેગમેન્ટો પૈકી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ માટે હાલ તેજી છે. કારણ કે, રોડ નિર્માંણકર્તા કંપનીઓને જાન્યુઆરી-જુલાઈ-2021 દરમિયાન સરકાર તરફથી 22,200 કરોડના પ્રોજેક્ટ મળ્યા છે. જે અગાઉના વર્ષોમાં મળેલા પ્રોજેક્ટોની તુલનામાં ત્રણ ગણા વધારે છે. જે કંપનીઓ સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરે છે, ગુણવત્તા અને રોજગારમાં વધારે કરે તેવી તમામ કંપનીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
સરકારે, ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કુલ પ્રોજેક્ટના 29.2 ટકા હિસ્સો ફાળવવામાં આવ્યો છે. જેથી રોડ નિર્માંણકર્તા કંપનીઓને પ્રોત્સાહન મળશે અને રોડ સારા અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈકોનોમી ટાઈમ્સ.
6 Comments