GovernmentInfrastructureNEWS
હવે, ડાયમંડ સીટી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનોને કરાશે રીડેવલપ, અપાશે વર્લ્ડ ક્લાસ સુવિદ્યાઓ
ગુજરાતની ડાયમંડ સીટી સુરતના ઉધના અને સુરત રેલ્વે સ્ટેશનને રીડેવલપ કરવા માટે ટેન્ડરો મંગાવવામાં આવી રહ્યા છે. ભારતીય રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે સુરત અને ઉધના આવેલા બંને રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરીને, વર્લ્ડ ક્લાસ સુવિદ્યાઓ આપવા માટે કંસ્ટ્રક્શન કંપનીઓ પાસેથી ટેન્ડરો મંગાવ્યા છે. ઉલ્લેખનીય છેકે, ભારત સરકારના રેલ્વે વિભાગ દેશભરમાં આવેલા 100 કરતાં પણ વધારે રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરશે. જેની શરુઆત ગુજરાતના પાટનગર ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી થઈ ચુકી છે. અને હવે એક પછી દેશના અન્ય રેલ્વે સ્ટેશનોને પણ રીડેવલપ કરવામાં આવશે.
નોંધનીય છેકે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન કેપિટલ ગાંધીનગર રેલ્વે સ્ટેશનને રીડેવલપ કરીને, તેનું લોકાર્પણ કર્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈકોનોમી ટાઈમ્સ્
17 Comments