- એશિયાના ટોચના ધનવાનોમાં અંબાણી પહેલા, અદાણી નં. 2થી 1 બિલિયન ડૉલર પાછળ
- કોરોના કાળમાં અદાણીની સંપત્તિ રોકેટ ગતિએ વધી
એવું પહેલીવાર થશે કે એશિયાના ટોચના ધનવાનોની યાદીમાં પહેલા અને બીજા નંબરે ભારતીય હશે. અદાણી જૂથના ગૌતમ અદાણી નેટવર્થના મામલામાં એશિયામાં નંબર 2 નજીક પહોંચી ગયા છે, જ્યારે પહેલા નંબરે મુકેશ અંબાણીનું સ્થાન યથાવત્ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે, અદાણીની નેટવર્થમાં આ વર્ષે 28.8 અબજ ડૉલર એટલે કે રૂ. 2.11 લાખ ડૉલરનો વધારો થયો છે.
હવે તેઓ 62.6 અબજ ડૉલરની નેટવર્થ સાથે દુનિયાના ધનવાનોની યાદીમાં 17મા નંબરે પહોંચી ગયા છે. એશિયાના ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણી પછી ચીનના ઝોંગ શેનશેન છે. જોકે, ચીનના અબજપતિ શેનશેનથી અદાણી ફક્ત 1 બિલિયન ડૉલરના સામાન્ય અંતરથી પાછળ છે.હાલ વિશ્વના ધનવાનોની યાદીમાં અંબાણી 13મા, શેનશેન 16મા અને ગૌતમ અદાણી 17મા નંબરે છે.
જે ચાઈનીઝે અંબાણીનું સ્થાન છીનવ્યું હતું તેને અદાણી પાછળ ધકેલશે
રસપ્રદ વાત અे છે કે ચાઈનીઝ ઉદ્યોગપતિ શેનશેને ક્યારેક મુકેશ અંબાણીનું સ્થાન છીનવી લીધું હતું, તેને હવે ગૌતમ અદાણી ત્રીજા નંબરે ધકેલશે. વાત એમ છે કે થોડા સમય પહેલાં શેનશેન ધનવાનોની યાદીમાં અંબાણીને પછાડીને આગળ નીકળી ગયા હતા, પરંતુ શેરોના ભાવમાં જોરદાર ઘટાડો થતાં તેઓ એશિયાના ધનવાનોની યાદીમાં નંબર 2 પર આવી ગયા. બીજી તરફ, શેનશેનની નેટવર્થમાં પણ આ વર્ષે 14.1 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. હાલ તેમની નેટવર્થ 64.1 અબજ ડૉલર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
19 Comments