GovernmentInfrastructureUrban Development

GIDCએ ઔદ્યોગિક પ્લોટ ફાળવણીના ભાવમાં 15 ટકાનો વધારો કર્યો

ગુજરાત સરકારના ગુજરાત ઔદ્યોગિક ડેવલપમેન્ટ કોર્પોરેશને ઔદ્યોગિક પ્લોટની ફાળવણીના ભાવમાં 15 ટકાનો વધારો ઝીંક્યો છે. જેનો અમલ પહેલી એપ્રિલ-2021ના રોજ થયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્રના વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે.
સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં સ્કેવર મીટરની કિંમત 3780 રુપિયા હતી, જેમાં વધારો કરીને, 4160 કરાયો. ગાંધીનગરમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ સ્કેવર મીટર પર 7020 રુપિયા કરવામાં આવ્યો. તો, દહેજમાં 2240, હાલોલમાં 2110 અને સયખામાં 2420 રુપિયા પર સ્કેવર મીટર વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છેકે, 30 માર્ચ-2021ના રોજ જીઆઈડીસીની 511મી બોર્ડ મિટીંગમાં આ નિર્ણય લેવાયો છે. ઈન્ડસ્ટ્રીયલ પ્લોટના નવા દરો, નવા અલોટમેન્ટ, ટ્રાન્સફર, નોન યુટીલાઈઝેશન પેનલ્ટી સહિતના તમામ પ્રકારના કેસોમાં નવા દરો લાગુ પડશે. જોકે, આ નિર્ણયનો ઔદ્યોગિક વેપારીઓ દ્વારા વિરોધ થયો છે. અને આ નિર્ણયને એક વર્ષ માટે મોકૂફ રાખવાની માંગણી કરી છે. સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અજીત શાહે જણાવ્યું છેકે, વીસ જેટલા ઔદ્યોગિક સંગઠનોએ રાજ્ય સરકારને ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની કિંમતમાં વધારો ન કરવાની રજૂઆત કરી હતી. તેમ છતાં પણ તેઓ આ પ્રકારનો ભાવવધારો કર્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close